કોરોના મહામારી હજુ ગુજરાતમાં પૂરી થઈ નથી. કોરોનાના વધતા સંક્રમણે ડોક્ટર, પોલીસ એવા ઘણા લોકોના જીવ લીધા છે જે પૈકી હવે એસ. ટી. ના કર્મચારીઓ પણ ભોગ બન્યા છે. ગુજરાત એસ.ટી. ના કર્મચારીઓ ભૂકંપ હોય કે પછી પૂર હોય કે પછી વાવાઝોડું હોય કે પછી ગુજરાત પર કોરોના મહામારી જેવી આપત્તિ હોય પરંતુ એસ.ટી કર્મચારીઓ પણ દેશની સેવા કરી રહ્યા છે, કોરોનાની પહેલી લહેર હોય કે બીજી લહેર બંનેમાં આગળ રહીને મુસાફરોને એમના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડવામાં કાર્યરત થયા છે. જેઓ કોઈ જાતની સેફટી વગર અને અને નિ:સ્વાર્થ ભાવે અડીખમ રહી ફરજ બજાવી રહ્યા છે.
જેને પગલે આજરોજ ભરૂચ જિલ્લામાં મધ્યસ્થ કચેરી અમદાવાદ મુજબ, ભરૂચ વિભાગ સંકલન સમિતિ એસ.ટી. નિગમ સહિત ઝઘડિયા એસ.ટી. નિગમ દ્વારા અને સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારીમાં મૃત પામેલ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર ભરૂચમાં 40 જેટલાં કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા જે પૈકી 9 ના મોત થયા હતા. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો 1983 થી વધુ એસ. ટી. કર્મચારીઓ કરોના સંક્રમિત થયા છે અને 115 થી વધુના મોત થયા છે. આ બાબતે શ્રદ્ધાંજલિ સાથે ગુજરાત સરકારને દરખાસ્ત કરવામાં આવી હતી કે એસ. ટી. કર્મચારીઓને કોરોના વોરિયસ જાહેર કરવામાં આવે અને મૃત કર્મચારીના પરિવારજનને આર્થિક સહાય કરવામાં આવે.
ભરૂચ વિભાગ સંકલન સમિતિ એસ. ટી. નિગમ દ્વારા કોરોનાથી ભોગ બનેલા કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
Advertisement