Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જિલ્લાનાં અનેક વિસ્તારોમાં વીજપુરવઠો છેલ્લા 4 દિવસથી ખોરવાયો.

Share

ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં તૌકતે વાવાઝોડાએ દહેશત મચાવી છે. જોકે ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી જાનહાની થઇ નથી. પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં કાચા મકાનો સહિતની મિલકતને ભારે નુકશાની થઇ છે. લોકોના પાકોને ભારે નુકશાન થયું છે, અને ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થતાની સાથે જ વીજ પોલ પણ ધરાશાયી થયા છે જેને પગલે વીજ પુરવઠો બંધ થયો હતો.

છેલ્લા ચાર દિવસમાં તૌકતે વાવઝોડાના કારણે ભરૂચ જીલ્લામાં 313 જેટલી જગ્યાએ વીજ પૂરવઠો બંધ રહ્યો હતો જેને પગલે છેલ્લા 4 દિવસથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ભરૂચ સહિત તાલુકાઓમાં પણ વિજપુરવઠો ખોરવાયો હતો જેમાં ભરૂચ શહેરમાં 56 જગ્યાએ, વાગરામાં 88 જગ્યાએ, જંબુસરમાં 41 જગ્યાએ, હાંસોટમાં 30 જેટલી જગ્યાએ, આમોદમાં 36 જગ્યાએ, અંકલેશ્વરમાં 15 જગ્યાએ, ઝઘડિયામાં 1 જગ્યાએ, વાલિયામાં 12 જગ્યાએ અને નેત્રંગમાં 34 જેટલા અંતરિયાળ ગામોમાં વિજપુરવઠો ખોરવાયો હતો જેને પગલે લોકોના ઘણા કામો અટવાયા હતા. કોરોનાના પગલે જે લોકો ઘરેથી કામ કરતાં હોય છે તેમણે કામ કરવું ઘણું મુશ્કેલ બન્યું હતું સાથે વિલાયત જી.આઈ.ડી.સી.માં પણ વીજ પુરવઠો બંધ હોવાને કારણે ઉત્પાદનનું કામ અટક્યું હતું જેને પગલે કરોડોનું નુકશાન ભોગવવાનો વારો જે તે કંપનીને આવ્યો છે, રિપોર્ટ અનુસાર તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી.

Advertisement

Share

Related posts

બેટી બચાવો બેટી પઢાવો, ટ્રાફિક રુલ નું પાલન સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી પર્યાવરણ બચાવવાની થીમ સાથે ભારત દેશની યાત્રા શરૂ કરી.

ProudOfGujarat

રાજપીપલામાં ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાની ઉપસ્થિતિમાં આત્મનિર્ભર ગ્રામયાત્રાનો કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ડોસવાડા ઝીંક પ્રોજેક્ટને મંજૂરી ન મળતા આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!