Proud of Gujarat
INDIAFeaturedGujarat

નરેન્દ્ર મોદીની ગુજરાતને તત્કાલ રૂ.1000 કરોડની સહાય : મૃતકોના પરિવારને રૂ. 2 લાખની તેમજ ઈજાગ્રસ્તને રૂ. 50 હજારની મદદ.

Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને આકલન કર્યા બાદ અમદાવાદ પહોંચીને સમગ્ર સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા અને પરિસ્થિતીની વિગતો એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી, મુખ્યસચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ તેમજ રાહત કમિશનર હર્ષદ પટેલ અને સાયન્સ ટેકનોલોજી સચિવ હારિત શુક્લાએ આ બેઠકમાં ઉપસ્થિત રહી વડાપ્રધાનને રાજ્યની આ વાવાઝોડાની સ્થિતિનો પૂરી જાણ કરવામાં આવી હતી.

1 કલાક અને 50 મિનિટ હવાઈ નિરીક્ષણ કર્યા બાદ અમદાવાદમાં વડાપ્રધાનની મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક મળી હતી. આ સમીક્ષા બેઠક બાદ પીએમ મોદીએ વાવાઝોડાને કારણે થયેલા કરોડોના નુકસાન સામે ગુજરાતને 1000 કરોડની તત્કાલ સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં વાવાઝોડા દરમિયાન મૃત્યુ પામેલાને રૂ. 2 લાખનું અને ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની મદદ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ કેન્દ્ર સરકાર વાવાઝોડાથી દરેક પ્રભાવિત રાજ્યોમાં મંત્રીઓની ટીમ મોકલશે. આ ટીમ નુકસાનનો તાગ મેળવશે. જેના આધારે વધુ મદદ કરવામાં આવશે. આજે સવારે રાજ્યના 23 જિલ્લાના 176 તાલુકામાં તાઉ-તે વાવાઝોડાને કારણે ભારે વરસાદ નોંધાયો છે, જેને કારણે તંત્ર હરકતમાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

દેડીયાપાડા તાલુકાના મેડીયાસાગ હાઇવે પાસે ટ્રક પલ્ટી ખાઈ જતા અકસ્માતમાં એકનું મોત.

ProudOfGujarat

નેત્રંગમાં વેપારી ખેડુત પાસે રૂ.૩૦ નાં ભાવે મણ કેળા લઇ બજારમાં રૂ.૩૦ કિલો વેચે છે.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો અને બાંધકામ ક્ષેત્રની કામગીરી શરૂ કરવાની મંજૂરી આપતો હુકમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!