Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતનાં ખટોદરા વિસ્તારમાં આવેલી થર્મોકોલની ઓફીસમાં લાગી અચાનક આગ : ફાયર વિભાગ દોડતું થયું.

Share

સુરત શહેરમાં અવારનવાર આગ લાગવાની હોનારત બનતી રહેતી હોય છે, તેમ આજરોજ સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલી શેપર એન્જિનિયરિંગ થર્મોકોલની ઓફીસમાં અચાનક આગ લાગી જતા ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું. ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક જ ઘટના સ્થળે દોડી ગઈ હતી, ઓફિસનો કાચ તોડી સેફ્ટી સાથે અંદર ઘૂસ્યા હતા. ભારે ધુમાડા વચ્ચે આગને કાબૂમાં લેવામાં આવી હતી.

ફાયર વિભાગે જણાવ્યું હતું કે, લાકડાનાં બારી-બારણા બનાવતા મનહરભાઇની ઓફિસમાં આગ લાગતા ભાગદોડ મચી ગઇ હતી. શોર્ટ સર્કિટથી આગ લાગી હોય એવું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. આ દુર્ઘટનામાં ઓફિસનાં ફોલ સિલીંગ, કોમ્પ્યુટર, ફર્નિચર, પોલિશિંગ મશીન વગેરે આગમાં બળીને ખાખ થઈ જતા લાખોનું નુકસાન થયું છે. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોકે, હાલ કન્ટ્રોલમાં છે. કોઈ જાનહાનિ નોંધાય નથી. પરંતુ લાખોનું નુકસાન થયું હોય એમ તારણ કાઢવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : ધમોડી ગામમાં ખૂનના ગુનાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની ધરપકડ.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ગામે આજે સોમવતી અમાસ તેમજ રંગ અવધૂત મહારાજની પૂણ્યતિથિ નિમિત્તે પાદુકા પૂજન વિધિ કરવામાં આવી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં થયેલ સીમચોરીઓમાં સંડોવાયેલા આરોપી ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!