Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે કુલ-૧૭૮ બેડને ઓક્સિજન પુરવઠો અવિરત પૂરો પાડવાની સૂવિધા કાર્યરત થઈ.

Share

કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સારવારમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા દરદીઓ માટે પૂરતાં પ્રમાણમાં ઓક્સિજનની જથ્થા ઉપલબ્ધિ માટે નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એસ.જે.હૈદર અને જિલ્લા કલેક્ટર ડી.એ. શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા પ્રસાશન-“ટીમ નર્મદા” દ્વારા થઇ રહેલાં ઘનિષ્ઠ અને અવિરત પ્રયાસોના ફલ સ્વરૂપે રાજપીપલામાં સરકારી આયુર્વેદ કોલેજ ખાતે કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે ઓક્સિજનના અવિરત પુરવઠા માટે ચાર અલાયદી લાઇનની ઇન્સ્ટોલેશનની તમામ કામગીરી પૂર્ણ કરાઇ છે. જેથી સેન્ટ્રલ ઓક્સિજન લાઇન દ્વારા હોસ્પિટલમાં ૨૦૦ બેડની સુવિધા અંતર્ગત ૧૬૮ બેડ જનરલ ઓક્સિજનવાળા અને ૧૦ બેડ વેન્ટીલેટર સાથેના ઓક્સિજનવાળા બેડ સહિત કુલ-૧૭૮ ઓક્સિજનવાળા બેડની સુવિધા ઉપલબ્ધ થઇ છે, જેમાં ૩ સ્પેશિયલ રૂમમાં ઓક્સિજનવાળા-૯ બેડની સુવિધાનો પણ સમાવેશ થાય છે. તદ્ઉપરાંત ૨૨ જેટલા જનરલ બેડને પણ જરૂર પડ્યે ઓક્સિજન સુવિધા પણ પુરી પાડી શકાય તેવી સુચારૂં વ્યવસ્થા કરવામાં આવી છે. તેની સાથોસાથ લિક્વીડ ઓક્સિજન માટેની પોટા ટેન્ક, ડ્યુરા ટેન્ક અને ઓક્સિજન સિલિન્ડરનો જથ્થો પણ પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ છે.

અત્રે એ નોંધનીય છે કે, રાજપીપલામાં ૧૦૦ બેડની ક્ષમતા સાથે કોવિડ-૧૯ હોસ્પિટલ કાર્યરત થઇ ત્યારે આ હોસ્પિટલમાં માત્ર ૮ બેડ જ ઓક્સિજનની સુવિધા સાથે ઉપલબ્ધ હતાં. ત્યારબાદ સમયાંતરે વખતોવખત ઓક્સિજનની સુવિધાવાળા વધુ બેડની જરૂરિયાત મુજબ તેમાં વધારો કરીને હાલની સ્થિતિએ હવે ૧૭૮ જેટલા બેડની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.

રાજપીપલાના સિવિલ સર્જન અને કોવિડ-૧૯ હોસ્પિટલના નોડલ અધિકારી ડૉ.જ્યોતીબેન ગુપ્તાએ ઉક્ત જાણકારી આપતાં વધુમાં ઉમેર્યું હતું કે, હાલમાં ફીઝીશીયનની મદદમાં મેડીકલ ઓફિસરોની ભરતી માટે સ્થાનિક કક્ષાએ વિજ્ઞાપનની પ્રસિદ્ધિ મારફત ૧૨ જેટલા મેડીકલ ઓફિસરોની નિમણૂક સાથે તેમની સેવાઓ ઉપલબ્ધ કરાઇ છે. તદ્ઉપરાંત જિલ્લા પંચાયતમાંથી પ્રતિનિયુક્તિ ઉપર અન્ય ૧૨ જેટલા બોન્ડેડ તબીબી અધિકારીઓની પણ અત્રે સેવાઓ લેવામાં આવી છે. એટલે હાલમાં ફીઝીશીયનની મદદમાં ૨૪ જેટલા તબીબી અધિકારીઓ ફરજ બજાવી રહ્યાં છે.

સિવિલ સર્જન અને નોડલ અધિકારીશ્રી ડૉ.જ્યોતીબેન ગુપ્તાએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, નર્સિંગ સ્ટાફની ભરતી માટે પણ સ્થાનિક કક્ષાએ વિજ્ઞાપનની પ્રસિદ્ધિ મારફત ૪૪ જેટલી સ્ટાફ નર્સની સેવાઓ લઇને તેમને સેવારત કરાયેલ છે. કોવિડ-૧૯ ની લેબોરેટરીની સુવિધા વધારવા માટે રાજપીપલાની વિજય નર્સિંગ હોમમાં કાર્યરત પટેલ લેબોરેટરી સાથે MOU કરાયેલ છે અને જિલ્લા કલેકટર ડી.એ. શાહની સૂચનાનુસાર કોવિડ-૧૯ ના દર્દીઓના સીટીસ્કેન (HRCT) માટે નર્મદા ડાયગ્નોસ્ટીક્સ સેન્ટર-રાજપીપલા સાથે MOU કરાયેલ છે અને રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે સારવાર લેતા દર્દીઓના લોહી તથા સીટીસ્કેન (HRCT) ના રિપોર્ટની સુવિધા વિના મૂલ્યે પૂરી પડવામાં આવે છે અને આ અંગેનો તમામ ખર્ચ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહ્યો છે, તેમ પણ ડૉ.જ્યોતીબેન ગુપ્તાએ વધુમાં ઉમેર્યું હતું.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

अमेज़ॅन प्राइम वीडियो ने आगामी प्राइम ओरिजिनल सीरीज़, “फोर मोर शॉट्स” का नया गाना किया लॉन्च!

ProudOfGujarat

નર્મદા નદી નો નવનિર્મિત નર્મદામૈયા બ્રીજ રંગબેરંગી લાઇટોથી ઝગમગતો.. લાઈટીંગથી ઝગમગતો બ્રિજ આકર્ષણનું કેન્દ્ર..

ProudOfGujarat

રાજપીપલા શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બાઇક રેલી યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!