હાલમાં ત્રાટકેલા તાઉતે વાવાઝોડાએ ઘણા સ્થળોએ તબાહી સર્જી છે, ત્યારે નર્મદા કાંઠા વિસ્તારમાં પણ મોટાપાયે નુકસાન થયું છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે આવેલ પ્રાચીન વાઘેશ્વર મહાદેવ મંદિરને પણ વાવાઝોડામાં મોટું નુકસાન થયું છે. ગૌશાળા તથા મંદિર પરિસરમાં ૪૦ થી ૬૦ જેટલા પતરાનો એંગલો અને ચેનલોથી બનાવેલ શેડ વાવાઝોડામાં ઉખડીને દૂર ફેંકાઈ ગયો હતો. ભારે પવનના પગલે ચેનલો અને એંગ્લો સાથે આખો શેડ ઉખડીને મંદિર પરિસરમાં જ ૫૦ ફૂટ જેટલો દૂર ફેંકાઈ ગયો હતો. સદનસીબે મંદિર પરિસરમાં રહેતા ઈસમોને કોઈ જાનહાની થવા પામી નથી. પરંતુ મોટો શેડ વાવાઝોડામાં ઉડી જવાથી મોટુ નુકસાન થયું હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
Advertisement