Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : નિવૃત નાયબ મામલતદારનો મૃતદેહ હોસ્પિટલમાં રૂપિયા વિના ૭ કલાક રઝળતો.. પિતાનો મૃતદેહ લેવા સંતાનો કલેકટરના દ્વારે પહોંચ્યા..

Share

સમગ્ર ભરૂચ જિલ્લામાં કોરોના જેવી મહામારીએ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી રહ્યા છે લાખો રૂપિયા ખર્ચવા છતાં પણ દર્દી જીવ ગુમાવતા હોય છે આવો જ એક કિસ્સો ભરૂચની ખાનગી હોસ્પિટલમાં નિવૃત્ત નાયબ મામલતદારનું સારવાર દરમિયાન મોત થતાં મૃતકના પરિવાર રૂપિયા નહીં ચૂકવે ત્યાં સુધી મૃતદેહ નહીં અપાય વાતને લઇ મૃતદેહ સાત કલાક રઝળતો રહ્યો અને અંતે સંતાનો પોતાના પિતાના મૃત્યુ મેળવવા કલેકટરના દ્વારે પહોંચતા કલેકટરની દરમિયાનગીરી બાદ સંતાનોને તેઓના પિતાનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રહીશ અને નિવૃત્ત નાયબ મામલતદાર કનુભાઈ ભટ્ટ કે જેવોની ગત તારીખ ૪/૫/૨૦૨૧ ના રોજ તબિયત લથડી હોવાના કારણે તાત્કાલિક સારવાર માટે ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલ ઓર્ચીડ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને અત્યાર સુધીમાં મૃતકના પરિવારજનો પાસે જેટલા રૂપિયા હતા તેટલા લાખો રૂપિયા હોસ્પિટલમાં ખર્ચ કર્યો છે છતાં દર્દીનું મોત થયું હતું અને વહેલી સવારે ૫ કલાકે કનુભાઈ ભટ્ટનું નિધન થયું હોવાની જાણ મૃતકના પરિવારજનોને હોસ્પિટલ સત્તાધીશોએ ટેલિફોનિક કરી હતી.

કનુભાઈ ભટ્ટનું મોત થયું હોવાના પગલે મૃતકના પરિવાર હોસ્પિટલ ઉપર પહોંચ્યા હતા અને તેવોને મૃતકનું સારવારનું બિલ ચૂકવવા માટે હોસ્પિટલ સત્તાધીશોએ જણાવ્યું હતું જો કે પિતાની છત્રછાયા ગુમાવનાર આ સંતાનોએ તેઓ પાસે રૂપિયા ન હોવાનું જણાવતાં રૂપિયા જમા નહીં થાય તો મૃતદેહ નહીં સોંપવામાં આવે તેવા આક્ષેપ સાથે મૃતકના પરિવાર પણ ચિંતિત બન્યો હતો.

Advertisement

ઓર્ચીડ હોસ્પિટલમાં ૨ લાખ ૩૫ જમા કરાવવાના રૂપિયા ન હોવાના કારણે મૃતકના પરિવાર પણ ચિંતિત બન્યો હતો અને રૂપિયા મેળવવા માટે તેઓએ આજીજી પણ કરી હતી પરંતુ તેઓ પાસે રૂપિયાની સગવડ ન થતા હોસ્પિટલમાં મૃતદેહ ૭ કલાક રઝળતો રહ્યો હતો જોકે અંતે મૃતકના પરિવારે પોતાના પિતાનો મૃતદેહ મેળવવા માટે મીડિયાના શરણે આવવાની ફરજ પડી હતી. જોકે ત્યારબાદ પણ હોસ્પિટલના સત્તાધીશોના પેટનું પાણી ન હલતા આખરે સંતાનોએ પોતાના પિતાનો મૃતદેહ મેળવવા માટે જિલ્લા કલેક્ટરના દ્વારે પહોંચવું પડ્યું હતું સંતાનોએ ભરૂચ કલેકટર સમક્ષ સાહેબ મારા પિતાનો મૃતદેહ અપાવો અને અંતે કલેક્ટરે પણ હોસ્પિટલ સત્તાધીશોને ટેલિફોનિક જાણ કરી મૃતદેહ સંતાનોને અપાવ્યો હતો ત્યારે હોસ્પિટલ સત્તાધીશોની માનવતા મરી પરવારી હોય તેમ લાગી રહ્યું છે. જોકે સવારથી બપોર સુધી ન્યાયની આશા બાદ ૭ કલાક પછી સંતાનોને પિતાનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.


Share

Related posts

પંચમહાલ જીલ્લાની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજની ઓનલાઈન નોંધણી સેવા પુન: શરૂ.

ProudOfGujarat

ભરૂચ ના જલારામ મંદિર સત્સંગ હોલ ખાતે જનતારાજ સંગઠનનાં એમ.જે ટીવી લાઈવના મયુર જોષી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

અંકલેશ્વર ની ચંદાલચોકડી નજીક થી ઇજાગ્રસ્ત હાલત માં એક ઈશમ નો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!