તાઉતે વાવાઝોડું ભરૂચ જિલ્લાના દરિયા કાંઠના વિસ્તારોમાં સોમવારે રાતથી તેની વિનાશક તાકત બતાવવાની શરૂ કર્યા બાદ મંગળવારે સાંજે 17.30 કલાક પછી શાંત પડ્યું હતું.ભરૂચ જિલ્લામાં અને હાંસોટમાં 3.5 ઇંચ, વાગરામાં 3.5 ઇંચ અને અંકલેશ્વરમાં 2 ઇંચ, જંબુસરમાં 2 ઇંચ નેત્રંગ 2 ઇંચ, વાલિયામાં 1.5 ઇંચ અને ઝગડિયામાં 1 ઇંચ વરસાદ ત્રાટક્યો હતો. દરિયા કાંઠે 110 કિલોમીટરની ઝડપે વાવાઝોડું ફૂંકાતા કેટલાય વૃક્ષો ધરાશાયી થયા હતા.
તાઉતે બાદ જિલ્લામાં તંત્રને અને લોકોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. ભરૂચમાં 175 કેટલા વીજ પોલો વાવાજોડામાં ધરાશાયી થયા હતા. જિલ્લામાં લગભગ 445 જેટલાં વૃક્ષ ધરાશાયી થયા હતા જેને પગલે ભારે હાલાકી થઈ હતી. વાવાઝોડાના પગલે 305 જેટલાં વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને વાવાઝોડુ શાંત થતા 74 જેટલાં વિસ્તારમાં વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો હતો. લગભગ 51 જેટલી ખાનગી અને 6 સરકારી મિલ્કતોને નુકશાન થયું હતું અને પતરાવાળા કાચા મકાનો 406 જેટલાં ધરાશાયી થયા હતા. વાવાજોડાને કારણે 2 પશુઓના મોત નીપજ્યા હતા. હાલ કોઈ વ્યક્તિને જાનહાની થઈ હોય તેવું બહાર આવ્યું નથી.