Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા તાલુકાના ભરાડા (રેલવા) ગામે કરજણ ડેમની સાઈડ તૂટી જતાં પાણી લીકેજ થતા પાણીનો પ્રશ્ન ઉભો થયો.

Share

નર્મદાના ડેડીયાપાડા તાલુકાના ભરાડા(રેલવા )ગામે કરજણ ડેમની સાઈડ તૂટી જતાં પાણી લીકેજ થતા પાણીનો વિકટ પ્રશ્ન ઉભો થયો હતો. જેને કારણે સાઈડ તૂટી જતા પાણી બહાર વહી જતા આજુબાજુના 20 થી વધુ ગામોમા પીવાના તથા સિંચાઈ ના પાણીનું સંકટ ઉભું થતા લોકો મુશ્કેલીમા મુકાયું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્યોએ ઘટના સ્થળે જઈ તૂટેલું સાઈટનું કરેલું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. અને
વન મંત્રી ગણપત વસાવાને લેખિત રજૂઆતકરી તૂટેલ સાઈટને
તાત્કાલિક અસરથી રીપેર કરવાની કરવાની માંગ કરી હતી.
નર્મદા જિલ્લા પંચાયતના સભ્ય ખાનસીગભાઈ,તાલુકા પંચાયત સભ્ય સુરેશભાઈ અમરસિંહ, સરપંચ રાજુભાઈ ભરતભાઇ દાસુ સેઠ તથા ગામ લોકોએ તથા ફિલ્ટર પાણીની લાઈન માટે માટી પુરાણ કરેલ છે તેનુ નિરીક્ષણ કર્યું હતું.આગેવાનોએ અને ગ્રામ જનોએ જણાવ્યું હતું કે ડેમની સાઈટ તૂટી જતા ડેમમાં પાણી રોકાતું નથી.તેથી આજુબાજુના 20થી 25 ગામોમાં પીવાના તથા પીયત માટે પ્રશ્ન ઉભો થયો હતો. પાણી વીના લોકો અને ખેડુતો મુશ્કેલીમા મુશ્કેલીમા મુકાયા હતા તેમણે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ ડેમની સાઈટ તાતકાલિક રીપેર નહીં થાય ચોમાસુ આવતા સુધીમાં ધોવાઈ જશે.આ અંગે સત્વરે સાઈટ રીપેર કરવા વન મંત્રી ગણપત વસાવાને નર્મદા જિલ્લા પંચાયતના સદસ્ય ખાનસિંગ વસાવાએ લેખિત રજુઆત કરતા ચકચાર મચી જવા પામી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભાજપના મહામંત્રીની લેબલ વાડી ગાડીએ આધેડને અડફેટે લીધો,ગાડી માંથી ૬૯ બ્રાન્ડની વ્હીસ્કીની એક બોટલ મળી આવી…

ProudOfGujarat

ભરૂચ : સતત વધતાં જતાં તાપમાનનાં કારણે જીલ્લાનાં રહીશો ત્રાહિમામ .

ProudOfGujarat

ડીજે નીના શાહે ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે ડાયો ફોલ 2023 શોના લાખો લોકોની સામે વગાડયુ ડીજે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!