Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : જીતનગર ખાતે નર્મદાના 222 જેટલાં હથિયારી અને બિન હથિયારી તાલીમાર્થીઓનો દિક્ષાંત પરેડ સમારોહ યોજાયો.

Share

નર્મદા પોલીસ અધિક્ષક હિમકર સિંહના માર્ગદર્શન અને સુચના મુજબ તથા સી.એન.ચૌધરી, ના.પો.અધિ મુમ, નર્મદા ના સુપરવિઝન હેઠળ પોલીસ હેડ કવાર્ટર જીતનગર ખાતે હથિયારી બિનહથિયારી લોકરક્ષકોની તાલીમ આપવામાં આવી હતી. જે માટે જીતનગર ખાતે તાલીમાર્થીઓની તાલીમાંત દિક્ષાંત પરેડ સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં પોલીસ અધિક્ષક હિમકરસિંહે દિક્ષાંત સમારોહ પરેડમાં ખાસ હાજર રહી તાલીમાર્થીઓનું મનોબળ મજબુત કરવા તેમજ પોલીસની સખ્ત તાલીમ પુર્ણ કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી.

નર્મદા જીલ્લામાં કુલ-૨૨૨ હથિયારી/બિનહથિયારી લોકરક્ષકોને તાલીમ આપવામાં આવી હતી. નર્મદા જીલ્લાના
પોલીસ હેડ ક્વાર્ટસ, જીતનગર ખાતે આઉટડોર ઈનડોર તાલીમનું આયોજન કરવામાં આવેલ. તમામ તાલીમાર્થીઓને
તા.૨૧/૦૭/૨૦૨૦ થી પ્રેકટીકલ તાલીમ શરૂ કરવામાં આવેલ. ત્યાર બાદ તા.૨૧/૦૯/૨૦૨૦ થી હથિયારી/બિનહથિયારી
લોકરક્ષકોની બેજીક તાલીમ ચાલુ કરવામાં આવેલા તમામ તાલીમાર્થીઓની સેમેસ્ટર-૧ ની બેજીક તાલીમ પુર્ણ કરવામાં આવી હતી. ત્યાર બાદ ૧૪૦- હથિયારી,બિનહથિયારી લોકરક્ષકોને વડોદરા તાલીમ શાળા તેમજ જુનાગઢ તાલીમ શાળા ખાતે સેમેસ્ટર-૨ ની તાલીમ માટે મોકલવામાં આવેલ. અને ૮૨- હથિયારી મહિલા લોકરક્ષકોની સેમેસ્ટર-૨ ની તાલીમ અત્રેના જીલ્લામાં આપેલ. તાલીમ દરમ્યાન તાલીમાર્થીઓને સેમેસ્ટર-૧ માં ૪–માસનો સમયગાળાની તથા સેમેસ્ટર-૨ માં ૪ માસનો સમયગાળાની આઉટડોર/ઈનડોરમાં વિવિધ પોલીસને લગતી રોજેરોજની કામગીરી તેમજ કાયદા વિષયકની સમજ તથા તાલીમ આપવામાં આવેલ. તાલીમ દરમ્યાન તમામ તાલીમાર્થીઓને અત્રેના જીલ્લાની કેન્ટીનમાં જમવાની સુવિધા પુરી પાડેલ છે, તેમજ દરરોજ પરેડ દરમ્યાન કોઈ બનાવ ન બને તે સારૂ પરેડ ગ્રાઉન્ડ ખાતે એબ્યુલન્સ પણ હાજર રાખવામા આવી હતી. તેમજ રાઉન્ડ ધી ક્લોક તાલીમાર્થીઓના રોકાણ સ્થળે એબ્યુલન્સ હાજર રાખી તાલીમર્થીઓને તાત્કાલીક હોસ્પીટલમાં લઈ જવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાવેલ. તાલીમ પુર્ણ થતા રરર – હથિયારી/બિનહથિયારી લોકરક્ષકોનો જીલ્લા પોલીસ મહેકમમાં ઉમેરો થતા જિલ્લાના મહેકમમા વધારો થયો છે. જેથી આ કોરોના કાળમાં તથા સાયક્લોન જેવી કુદરતી આફતોમાં હાલની પરીસ્થિતીને પહોચી વળવા પોલીસ તંત્ર સજ્જ બની હોવાનું જણાવ્યું હતું. બિનહથિયારી લોકરક્ષકો જીલ્લાના પોલીસ સ્ટેશન ખાતે ફાળવણી કરી ઈન્વેસ્ટીગેશન તથા પોલીસ મથકની લગતી કામગીરી કરશે તથા હથિયારી લોકરક્ષકો જીલ્લાના પોલેસ હેડ ક્વારર્ટ, જીતનગર તથા પોલીસ સ્ટેશન ખાતે ફાળવણી કરી ગાર્ડો તથા પોલીસ બંદોબસ્તની કામગીરી કરશે. પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે નર્મદાએ તમામ તાલીમાર્થીઓને તાલીમ પુર્ણ થતા નર્મદા જીલ્લા પોલીસમાં સમાવેશ થઇ જીલ્લાના પોલીસ મહેકમમાં વધારો થતા પોલીસની કામગીરીનું ભારણ ઓછુ થશે. તેમજ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જાળવવમાં મદદરૂપ થઇ શકે તે માટે તેમજ પોલીસ બેડાનું નામ રોશન કરે તેવી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

અંકલેશ્વર- સટ્ટાબેટિંગ ના જુગાર રમતા એક મહિલા સહિત ચાર આરોપીને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી….

ProudOfGujarat

TET-2 નું પરિણામ જાહેર, 37,450 ઉમેદવારો થયા ઉત્તિર્ણ

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રાયસીંગપુરા વલી ગામે સ્ત્રી રોગ નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!