Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લા વિકાસ અધિકારી તરીકે હવાલો સંભાળતાં પી.ડી.પલસાણા.

Share

ગુજરાત મેરીટાઇમ બોર્ડ-ગાંધીનગરના ખાસ ફરજ ઉપરના અધિકારી પી.ડી.પલસાણા (IAS) ની રાજય સરકાર દ્વારા તાજેતરમાં નર્મદા જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી સાથે નિમણૂંક થતાં પી.ડી.પલસાણાએ ગત તા. ૧૧ મીને મંગળવારના રોજ રાજપીપલા ખાતે નર્મદા જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો હવાલો સંભાળી લીધેલ છે.

સને ૧૯૯૬ માં ગુજરાત વહિવટી સેવા સંવર્ગ વર્ગ-૧ માં સીધી ભરતીથી પસંદગી પામીને અમરેલી ખાતે નાયબ કલેકટર તરીકેની સેવાઓમાં પ્રોબેશનર તરીકે જોડાઇને પોતાની યશસ્વી કારકિર્દીનો પ્રારંભ કરનાર પી.ડી.પલસાણાએ રાજકોટ ઉપરાંત ભાવનગર, સુરેન્દ્રનગર અને ખેડા જિલ્લામાં નાયબ કલેકટર તરીકે તેમજ અમદાવાદમાં સ્પીપામાં નાયબ નિયામક તરીકેની સેવાઓ દરમિયાન તેમણે નોંધપાત્ર ઉત્કૃષ્ટ કામગીરી બજાવ્યા બાદ સને ૨૦૧૩ માં અધિક કલેકટર તરીકે બઢતી મેળવી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ તરીકે સને ૨૦૧૯ સુધી સેવાઓ આપી હતી. ત્યારબાદ તેઓએ ગુજરાત મેરીટાઇમ બોર્ડ-ગાંધીનગરમાં ખાસ ફરજ ઉપરના અધિકારી તરીકેની ફરજો દરમિયાન ઓકટોબર-૨૦૨૦ માં પી.ડી.પલસાણાની (IAS) તરીકે નિયુકિત થઇ હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, પી. ડી. પલસાણાએ તેમની રાજકોટ જિલ્લાની ફરજો દરમિયાન સને ૨૦૦૧ ના ભૂકંપ સંદર્ભે વાંકાનેર ખાતે રાહત-બચાવની તેમજ ભાવનગર જિલ્લાની ફરજો દરમિયાન અછત-રાહતની તેમજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સેવાઓ દરમિયાન વર્ગ-૩ ના કર્મચારીઓની ભરતીમાં પરીક્ષાલક્ષી કામગીરીમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.

Advertisement

જ્યોતી જગતાપ, રાજપીપલા


Share

Related posts

આતંકી હુમલામાં શહીદ થયેલાં જવાનો ને પાલેજ ખાતે મુસ્લિમ સમાજે અંજલિ આપી.

ProudOfGujarat

લઘુ ઉધ્યોગ ભારતી દ્વારા શનિવારે અંક્લેશ્વર ખાતે નિ:શુલ્ક નિદાન કેમ્પનુ આયોજન કરાયું છે

ProudOfGujarat

ગૌચરની જમીન પર દબાણ બાબતે કોડવાવના ગ્રામજનોનું ક્લેકટરને આવેદન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!