તાઉ-તે વાવાજોડાને પગલે ભરૂચ જિલ્લાના વાગરા અને જંબુસર તાલુકાના દરિયા કાંઠે આવેલાં આસપાસના ગામોમાં સંભવિત વાવાઝોડાથી નુકશાની ન થાય અને એક પણ માણસને જાનહાનિ ન થાય તે માટે ભરૂચ જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડિયા અને વહીવટી તંત્ર ખડે પડે કામગીરી કરી રહ્યુ છે. જંબુસરના કાવી પંથકમાં પવનનું જોર વધતાની સાથે જ વૃક્ષ મૂળમાંથી નીકળી આવ્યા હતા જેને નજીક વીજ વાયરો હોવાને કારણે વીજ પોલો પણ ઉખડી નીકળ્યા હતા જેથી આસપાસ રહેતા લોકોને લાઈટ વગર ભારે હાલકી થઈ હતી.
જે સહિત આંબાનું વૃક્ષ અચાનક ધરાશાયી થતા ઇકો કાર પર પડ્યું હતું જેમાં ચાલાક સહિતના લોકોનો કોઈ નુકશાન ન પહોંચતા આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. ભરૂચ સહિતના નેત્રંગ પંથકમાં 25 થી વધુ સ્થળે વૃક્ષ ધરાશાયી થયા હતા અને ભરૂચ શહેરના 10 થી વધુ સ્થળે વૃક્ષ ધરાશાયી થયા હતા. એમ કુલ 50 થી વધુ સ્થળેથી વૃક્ષ ધરાશાયી થયા હતા જેને પગલે ફાયર વિભાગ હરકતમાં આવ્યું હતું અને વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
તાઉ-તે વાવાઝોડાને પગલે ભરુચ પંથકમાં વીજ પોલ અને વૃક્ષો ધરાશાયી થયા : કલેકટરે ઘરે રહેવા અપીલ કરી.
Advertisement