ભારતના હવામાન વિભાગે ગુજરાત અને દિવને રેડ એલર્ટ જાહેર કર્યું છે. સાથે ભરૂચના દહેજ બંદરને 9 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. દહેજ ખાતે દરિયામાં કરંટ જોવા મળ્યો હતો અને પોર્ટ પરબ તમામ ઓપરેશન બંધ રાખવાના આદેશ કરી દેવાયા છે. તાઉ-તે વાવાઝોડા સંદર્ભે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્તનું આયોજન અને અસરકારક કામગીરી પણ કરવામા આવી રહી છે. આ ઉપરાંત સંભવિત અસર થનાર દરિયાકાંઠાના વિસ્તારમાં જેના મકાનો કાચા છે ને જે વિસ્તારમાં પુરનું ભય છે તેવા વિસ્તારના લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા છે.જિલ્લામાં દરિયાકિનારે આવેલ લોકોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લાના 3 તાલુકાના લગભગ 2770 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તો ભરૂચ જિલ્લામાં બે ટીમને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. એક ટીમને જંબુસર તો એક ટીમને વાગરા ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર હાલમાં સજ્જ છે. ભરૂચ જિલ્લા કલેકટર દ્વારા તમામ અધિકારીઓને પણ જે તે મથકે રહેવા માટે ચેતવણી આપી હતી.
તોઉ-તેનું તાંડવ : દહેજ ખાતે દરિયામાં કરંટ જોવા મળ્યો, પોર્ટ પર તમામ ઑપરેશન બંધ રાખવા આદેશ.
Advertisement