Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોરા ગામ ખાતે ૧૫ કરોડના ખર્ચે નર્મદા ઘાટ બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ..

Share

ગંગા સ્નાને,યમુના પાનેએટલે ગંગા મા સ્નાન કરવાથી પવિત્ર થવાય છે એમ એક માત્ર નર્મદા નદી એવી છે કે જેના દર્શન માત્રથી પવિત્ર થવાય એવી એક માત્ર નર્મદા નદી નર્મદા જિલ્લા મા પણ ખળખળ વહી રહી છે
નર્મદા જિલ્લામાં આવેલી નર્મદા નદીને કિનારે પંચકોશી પરિક્રમાનું વિશેષ મહત્વ છે. નર્મદા જયંતીએ અહીં નર્મદા પૂજનના અનેક કાર્યક્રમો થાય છે. ત્યારે હવે કેવડીયા કોલોની નજીક ગોરા ગામ ખાતે ૧૫ કરોડના ખર્ચે નર્મદા ઘાટ બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે
ગુજરાતના લોકો માટે સારા સમાચાર છે હવેથી રાજ્યના લોકોને ગંગા આરતીનો લ્હાવો લેવા માટે હરિદ્વાર સુધી જવાની જરૂર નહીં પડે. કારણ કે ટૂંક સમયમાં જ હવે ગુજરાતમાં પણ નર્મદા નદી પર નર્મદા ઘાટ શરૂ થવા જઈ રહ્યો છે. ગોરા ગામે આવેલ નર્મદા કાંઠે 15 કરોડના ખર્ચે નર્મદાઘાટનું કામકાજ હાલ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આ ઘાટ 131 મીટર લાંબો અને 47 મીટર પહોળો બનશે. જેનું ૬૦ ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. ખાસ મહત્વની વાત એ છે કે નર્મદા ઘાટ બની ગયા પછી આ ઘાટ પર સૌપ્રથમ નર્મદા આરતી આપણા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી કરવાના છે. ત્યાર પછી સ્ટેચ્યુના પ્રવાસીઓ અને ભક્તોને પણ નર્મદા આરતીનો લાભ મળશે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં નર્મદા આરતી કરવા આવે એવી શક્યતા છે. આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી જન સંપર્ક અધિકારી રાહુલ પટેલે વિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું કેનર્મદા ની મહાઆરતી હવે નર્મદા માં પણ કરવામાં આવશે જે રીતે  હરિદ્વાર માં હરકીપૌડી ની જેમ ગંગા ઘાટ છે તેવો નર્મદા ઘાટ બનશે કે જ્યાં ભક્તો બેસી નર્મદા સ્નાન કરી શકે જે ઘાટ એકદમ સુરક્ષિત બનાવવામાં આવશે અને રોજ સાંજે નર્મદા આરતી પણ કરવામાં આવશે. આમ રોજ સાંજે નર્મદા આરતી નો લ્હાવો ભક્તો ને મળશે. જે માટે સુંદર નર્મદા ઘાટ હાલ તૈયાર થઇ રહ્યો છે. લગભગ 60  ટકા કામ.પૂર્ણ થઈ ગયું છે..આ ઘાટ ત્રણ મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવશે હાલમાં મધ્ય પ્રદેશમાં અને અન્ય નર્મદા સ્થળે જેવી રીતે ગંગાઆરતી ધામધૂમથી ઉજવાય છે તેવી જ રીતે અહીંગોરા ખાતે નર્મદા ઘાટ પર નર્મદા આરતી થશેઆમ નર્મદા ઘાટ શરૂ થયા પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી ના પ્રવાસીઓ અને ગુજરાત ભરના ભક્તો આ નર્મદા આરતીનો લાભ લઈ શકશે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

મોરોક્કોમાં ભયાનક ધરતીકંપના કારણે તબાહી, 296 લોકોના મોત, 6.8 ની તીવ્રતા

ProudOfGujarat

ગોધરાની શ્રીજી નગર સોસાયટીનાં રહિશોએ મેન ગેટ બહાર લગાવ્યા પોસ્ટર બહારના કોઈ પણ વ્યક્તિએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહિ.

ProudOfGujarat

કોરોનાનાં વધતાં જતાં કેસોના પગલે ભરૂચ જીલ્લામાં કોરોના અંગે લોકોમાં ભયની લાગણી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!