પીજીઆઈએમ ઈન્ડિયા હાઈબ્રિડ ઈક્વિટી ફંડે હવે પીજીઆઈએમ જેનિસન ગ્લોબલ ઈક્વિટી ઓપર્ચ્યુનિટીસ ફંડ મારફતે આંતરરાષ્ટ્રીય કંપનીઓના શેરમાં રોકાણ શરૂ કર્યું છે. આ ફંડ ત્રણ વિવિધ અસ્કયામત વર્ગ – સ્થાનિક કંપનીઓના શેર, સ્થાનિક ઋણ સાધનો અને હવે આંતરરાષ્ટ્રીય કંપનીઓના શેર. આ ત્રણ વચ્ચે પરપસ્પરનો સબંધ ઓછો હોવાથી પોટર્ફોલિયોમાં વધઘટ મર્યાદિત રહે છે. આને કારણે, આ ફંડ એવા રોકાણકારો માટે આકર્ષક બને છે જેઓ સ્થિર પરિબળો ( જે અત્યારે બજાર હિસ્સો વધુ ધરાવતા હોય, વૈશ્વિક સ્તરે ઉથલપાથલ મચાવતા શેરમાં અને નિશ્ચિત આવક આપે તેવા સાધનોમાં રોકાણ દ્વારા સ્થિર આવક આપતા)માં ઓછા સમયગાળામાં ગુણવત્તાવાળા રોકાણ કરીને મુલ્ય વૃધ્ધિના અવસર શોધતા હોય.
પીજીઆઇએમ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના સીઇઓ અજિત મેનને કહ્યું કે, પીજીઆઇએમ ઇન્ડિયા હાઇબ્રીડ ઇક્વિટી ફંડ 2004 થી અસ્તિત્વમાં છે. તેણે બજારની પરિસ્થિતિને અનુકૂળ રોકાણની દિશા બદલી શકવાની ક્ષમતા દર્શાવી છે. ઉદાહરણ તરીકે, ફંડે 2018-19માં તેનું શેરમાં રોકાણનું પ્રમાણ કુલ મૂડી બજારમાં ખૂબ ઓછું રાખ્યું હતું. હવે બજાર વિસ્તર્યું છે અને શેરમાં વૃદ્ધિની સંભાવના સારી દેખાય છે ત્યારે ફંડે શેરોમાં વૈવિધ્યપૂર્ણ રોકાણ કર્યું છે. તેનું મીડ-સ્મોલ કેપ શેરમાં રોકાણ બેંચમાર્કની સરખામણીએ ઘણું વધુ છે. હવે આંતરરાષ્ટ્રીય કંપનીઓના શેરમાં રોકાણ દ્વારા બજારના તેજીમંદીના ચક્રની ઉપર રહી જોખમ સામે વધુ વળતર આપતા અવસરનો લાભ લેવાની ફંડની ક્ષમતા દર્શાવે છે.
હાઇબ્રીડ ફંડ્સ કોઈ એક અસ્ક્યામતમાં વધુ રોકાણને કારણે સર્જાતા જોખમને નિવારવ અને વૈવિધ્યીકરણ મેળવવા માટે શેર અને ઋણ સાધનોમાં રોકાણ કરે છે. આ બંનેનું મહત્તમ સંયોજન કરાય તો નિયમીત ડેબ્ટ ફંડની સરખામણીએ ઊંચું વળતર મળવાની સંભાવના છે કારણકે તેમાં માત્ર ઈક્વિટી ફંડ્સની સરખામણીએ ઓછી વધઘટ રહે છે. હાઈબ્રિડ ફંડ્સ પોર્ટફોલિયોનું સંતુલન એવી રીતે કરે છે જેથી લાંબા ગાળે સંપત્તિ વધે અને ટૂંકા ગાળામાં આવક મળતી રહે.