– જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનથી એલસીબી પીઆઇ જે.એન. ગોસ્વામી અને તેમની ટીમને સફળતા : પોલીસે 1.31 લાખનો બાયોડિઝલનો જથ્થો અને ચાર ટેન્કર સાથે કુલ 1 કરોડ 24 લાખનો મુદ્દામાલ કબજે લઇને ચાર આરોરપીની ધરપકડ કરી છે. જ્યારે 3 ને વોન્ટેડ જાહેર કર્યા છે.
હજીરા અને સેલવાસથી રો મટીરીયલ્સ લાવીને બાયો ડિઝલ પંપના માલિકના ઓર્ડર મુજબ તેઓ ગેરકાયદે બાયો ડિઝલ બનાવી આપતા હતા. જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં જિલ્લા એલસીબીના પીઆઇ જે.એન. ગોસ્વામી અને તેમની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે, વાપીના ડુંગરા સ્થિત પ્લોટ નંબર ડીજી 18 માં આવેલી તેજસ્વીની એન્ડ કંપનીમાં ગેરકાયદે બાયો ડિઝલનો જથ્થો રાખવામાં આવ્યો છે. ગોડાઉનમાં છાપો મારીને 1,31,460 લિટર બાયો ડિઝલનો જથ્થો જેની કિંમત રૂપિયા 65,70,000 તથા લિક્વિડ ગ્રીન ડીવીઆર કેમિકલની 20 નંગ બોટલ જેની કિંમત રૂપિયા 23,460 તથા સોલવન્ટ થ્રીનર, ઇલેકટ્રીક મોટર કબજે લીધી હતી. આ ઉપરાંત કંપનીના ગોડાઉનની બહાર પાર્ક કરેલા ટેન્કરમાંથી 25 હજાર લિટર બાયોડિઝલનો જથ્થો મળ્યો હતો. આ ઉપરાંત આરોપીના મુસા રેસિડેન્સીની સામે પાર્ક કરેલા ટેન્કરમાંથી 17,560 લિટર ડિઝલ જેની કિંમત 46,460 મળી આવ્યો હતો. પોલીસે ગોડાઉનમાંથી ચાર આરોપી નૌશાદ કલીમ મીરજા રહે. યુપી ધાબાના પાર્કિગમાં, અન્સાર નિશાર ખાન રહે.યુપી ધાબાના પાર્કિગમાં, વલસાડ અને અવધેશ અમર બહાદુર યાદવ અને સુભાષ જગદીશભાઇ પ્રજાપતિની ધરપકડ કરી છે. જ્યારે આ લોકો ડિઝલ ઓર્ડર મુજબ બનાવી આપતા હતા. કંપનીમાં હજીરાની અદાણી કંપની, સેલવાસની ગાંધાર કેમિકલ એન્ડ રીફાઇનરી, સેલવાસ જીઓસીક કંપનીમાંથી એમટીઓ, પેરાફીન તથા બેઝ ઓઇલનો જથ્થો મંગાવે છે. આ જથ્થાને ગોડાઉનની ટાંકીમાં સ્ટોર કરી ત્યારબાદ ઓઇલમાં સોલવન્ટ તથા ગ્રીન કલરનું કેમિકલ મિક્સ કરીને ઓર્ડર મુજબની ડેન્સીટી, વીસ્કોસીટી, વેલોસીટી પ્રમાણે સેટ કરીને બાયો ડિઝલ પંપના માલિકના ઓર્ડર મુજબ બનાવી આપતા હતા. 6 માસથી ચાલતું હતું રેકેટ, કંપની માલિક વોન્ટેડ દમણના વશ્વરાજ ઉર્ફે વાસુભાઇ તંબોલી અને તેમની પત્ની સેજલ પ્રજાપતિ છેલ્લા 6 માસથી ગેરકાયદે બાયો ડિઝલ બનાવીને વેચતા હતા. માલિક ઉપરાંત સેજલ પ્રજાપતિ, સુભાષચંદ્ર રાજદેવ યાદવ અને કલ્પેશ વોન્ટેડ છે.
કાર્તિક બાવિશી