કોરોના જેવી વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટસન્સ તથા માસ્ક પહેરવું ઘણું ફરજીયાત બન્યું જેથી કોરોના જેવી મહામારીનું સંક્રમણ થતું અટકે જેને પગલે ખાણી-પીણીની વસ્તુ અને અન્ય વસ્તુ પર રોક લગાવવામાં આવી છે પરંતુ ભરૂચના તંત્ર અને લોકો બંનમાં જાગૃતતા આવી નથી તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
ભરુચ સિવિલ રોડ પણ આવેલ ભરૂચ નગરપાલિકાની બિલકુલ નીચે ડોમિનોઝ અને સબ વે જેવી ખાણી-પીણીની દુકાનો આવેલી છે જેમાં ગઈકાલના રવિવાર હોવાથી ભીડ ઉમટી પડી હતી અને પાર્સલ સેવા ઉપલબ્ધ હોવાને કારણે લોકોની ખાણી- પીણીની વસ્તુઓ લેવાની ભીડ એકત્ર થઈ હતી જેની કાળજી ન તો સ્ટાફે લીઘી હતી કે ઉપર જ આવેલ નગરપાલિકાના કોઈ સ્ટાફે.
જાણે રજાના દિવસે તંત્રની કોઈ ફરજ નથી તે રીતેનો માહોલ સર્જાયો હતો. તદુપરાંત ત્યાં કામ કરતા લોકોએ પણ કોરોના પ્રોટોકોલનો ભંગ કર્યો હતો પણ હાથમાં ગ્લોવસ અને માસ્ક પહેરેલ ન હતું અને જેને માસ્ક પહેર્યું હતું તેમના માસ્ક નાક નીચે હતા. આ તંત્ર અને દુકાન માલિક બંનેની કોરોનાને લઈને બેદરકારી જોવા મળી રહી છે. જો આમને આમ રહેશે તો કોરોના જેવી મહામારીમાંથી આપણાને મુક્તિ મળવી અસંભવ છે જેને પગલે ભરૂચ એ ડીવીઝન પોલીસે સંચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ લેવી જોઈએ.
ભરૂચ નગરપાલિકાના શોપિંગમાં જ સરકારી તંત્રની ગાઇડલાઇનના ઉડયા ધજાગરા !
Advertisement