– ભાજપ તાલુકા મહિલા ઉપપ્રમુખના પુત્રનો જન્મદિવસ જાહેર રોડ ઉપર ફટાકડા ફોડી ઉજવાયો.
– બર્થ ડે બોય સહિત ૪ જણા સામે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ.
– ભાજપ તાલુકા પંચાયત સભ્ય કૌશિક પટેલના પુત્ર અભિષેક સામે પણ જાહેરનામાનો ગુનો દાખલ ફટાકડા ફોડતા વીડિયોમાં કેદ..
– જિલ્લા વહીવટી તંત્રના જાહેરનામાના ધજાગરા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને તેઓના સંતાનો ઉડાવી રહ્યા હોવાના..
ભરૂચ જિલ્લામાં કોરોના જેવી ગંભીર બીમારી ચાલી રહી છે અને આવા સમયે પણ જાહેર કાર્યક્રમો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યા છે પરંતુ ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં ઝાડેશ્વર ગ્રામ પંચાયતના જ ઠરાવના લીરેલીરા ઝાડેશ્વર ગ્રામ પંચાયતની બહાર ઉડાવવામાં આવ્યા હોવાના ચોંકાવનારા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે ભાજપના જ બે હોદ્દેદારોના પુત્ર અને અન્ય બે મળી ૪ સામે જાહેરનામાનો ગુનો દાખલ કરતા જ ગામમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
સમગ્ર ભરૂચ જિલ્લામાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક બની રહી છે રાજકારણીઓ પણ જાહેરનામાની નેવે મૂકી રહ્યા છે ત્યારે ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારના ઝાડેશ્વર ગ્રામ પંચાયતની બહાર ભારતીય જનતા પાર્ટીના તાલુકા મહિલા ઉપપ્રમુખના પુત્ર મનન મિતેશ પટેલ એ પોતાનો જન્મદિવસ રાત્રીએ ૧૨ ના ટકોરે જાહેરમાં જ રોડ ઉપર બેસી કેક કટિંગ કરી રહ્યો છે જ્યારે તેના અન્ય મિત્રો ભાજપ તાલુકા પંચાયત સભ્યનો પુત્ર અભિષેક કૌશિક પટેલ, હેત પીનલ પટેલ, નીલ જયેશ પટેલ, જાહેરમાં જ ફટાકડા ફોડી આતશબાજી કરી રહ્યા હોવાના વિડિયો સામે આવ્યા છે મોડી રાત્રિએ ઝાડેશ્વર ગામમાં દિવાળી જેવો માહોલ ઊભો થતાં ગામના કેટલાક લોકોએ પોલીસને જાણ કરી હતી અને મોડી રાત્રે પોલીસ પણ આવી હતી પરંતુ રાજકીય દબાણના કારણે કોઇ જ કાર્યવાહી કરવામાં ન આવી હોવાના અહેવાલો મળી રહ્યા છે.
જોકે મોડી રાત્રે ઝાડેશ્વર ગામમાં આતશબાજી સાથે જન્મદિવસની ઉજવણી ભાજપ તાલુકા મહિલા ઉપપ્રમુખ પુત્રનો જન્મદિન ઉજવાયો જેના કારણે પોલીસ પણ અહીંયા ઢીલી પડી ગઈ હતી પરંતુ સમગ્ર મોડીરાત્રીના વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થતા મોડે મોડે પણ પોલીસે વીડિયોમાં દેખાતા બર્થડે બોય ભારતીય જનતા પાર્ટીના તાલુકા મહિલા ઉપપ્રમુખના પુત્ર મનન મિતેશ પટેલ તથા અન્ય મિત્રો ભાજપ તાલુકા પંચાયત સભ્યનો પુત્ર અભિષેક કૌશિક પટેલ, હેત પીનલ પટેલ, નીલ જયેશ પટેલ, વીડિયોમાં દેખાતા હોવાના કારણે તેઓની ધરપકડ કરી જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીના જ હોદ્દેદારો ના સંતાનો જાહેરનામાનો ભંગ કરતા હોય તેવા ચોંકાવનારા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે જેના પગલે ભારતીય જનતા પાર્ટી ની છબી ખરડાઇ રહી હોય તેવા આક્ષેપો થયા છે
વાયરલ વિડીયો મુદ્દે પોલીસે વીડિયોમાં દેખાતા ચારે યુવાનો સામે જાહેરનામા ભંગ બદલ આઈપીસીની કલમ ૧૮૮,૨૬૯,૨૭૦, તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતની વિવિધ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી યુવાનોની ધરપકડ કરવામાં આવી હતી.
– ઝાડેશ્વર ગ્રામ પંચાયતે કરેલા ઠરાવના ગ્રામ પંચાયત નજીક નજીક ઉડીયા ધજાગરા..
ભરૂચ જિલ્લામાં ઝાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા તાજેતરમાં ચાલી રહેલી કોરોનાની મહામારી ને લઇ જિલ્લા વહીવટી તંત્રે કરેલા જાહેરનામાનો કડકાઇથી અમલ કરવા તેમજ આવશ્યક ચીજવસ્તુ સિવાયના તમામ વેપાર બંધ રાખવા માટે ગ્રામ પંચાયત ઠરાવ કર્યો હતો પરંતુ ઝાડેશ્વર ગ્રામ પંચાયતની નજીક માત્ર ૧૦ ફૂટના અંતરે જ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારના પુત્રનો જન્મ દિન જાહેરમાં ફટાકડા ફોડી આતશબાજી સાથે ઉજવાયો હોવાના ચોંકાવનારા વિડીયોએ ઝાડેશ્વર ગ્રામ પંચાયતે જ કરેલા ઠરાવના લીરેલીરા ઉડાવી રહ્યા હોય તેવા આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે.
– ભાજપના જ ૨ હોદ્દેદારના સંતાનો સામે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ..
ઝાડેશ્વર ગામના પટેલ ફળિયામાં જાહેર રોડ ઉપર બેસી બર્થ ડે બોયના નામ મનન ના શબ્દો નો અલગ અલગ કે જાહેર માર્ગ ઉપર મૂકી કટિંગ કરી સેલિબ્રેટ કરી રહ્યા હતા તો તેની સાથે જાડેશ્વરના ભાજપ તાલુકા પંચાયત સભ્યનો પુત્ર અભિષેક પટેલ મળી બંને જણા સામે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ થયો છે ત્યારે મોડી રાત્રિએ ફટાકડા ફૂટયા હોય અને ગ્રામજનોએ ફરિયાદ કરી હોય તો પોલીસે મોડી રાત્રે ફરિયાદ દાખલ કેમ ન કરીએ તે પ્રશ્ન લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે..?