દરિયામાં ટૌકતે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને તેની કંઇક અંશે અસર ભરૂચ જીલ્લામાં પણ થવાની શક્યતાઓ છે. ત્યારે આ વાવાઝોડા અંતર્ગત પરિસ્થિતિને પહોંચી વળવા અગમચેતીના પગલાં લેવા તેમજ રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જિલ્લામાં વાવાઝોડાના માવઠાથી અસર જોવા મળી હતી. ઠેર ઠેર લોકોને અડચણો ઉભી થઈ હતી. પૂરજોશથી વાવાઝોડું આવતા ક્યાંક ઝાડો મૂળથી નીકળી આવ્યાના દ્રશ્યો સામે આવ્યા હતા. ઘણી જગ્યાઓએ વરસદનો માહોલ સર્જાયો હતો જેને પગલે લોકોને ઘણી હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
Advertisement