નાંદોદ તાલુકાના રૂંઢ ભીલવાડા ગામેમોરા ફળીયુમા લગ્નમાં પંચોતેર થી એંસી જેટલા માણસો ભેગા કરી તથા ડિજે વગાડતા 4 ઈસમો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે
જેમાં ફરીયાદી પીએસઆઈ પી.એમ પરમાર રાજપીપલાએ જાતે ફરિયાદી બની આરોપીઓ (૧) મનુભાઇ ચંદુભાઇ વસાવા (રહે.મોરા ફળીયા,રૂઢ ભીલવાડા તા.નાંદોદ જી.નર્મદા) (૨) મહેન્દ્રભાઇ મોહનભાઇ વસાવા (૩) કેતનભાઇ શ્રાવણભાઇ વસાવા (૪) કૌશીકભાઇ નાનુભાઇ વસાવા (ત્રણેય રહે-આમલેથા તા- નાંદોદ)સામે રાજપીપલા પોલીસમા ફરિયાદ નોંધી છે.
ફરિયાદની વિગત અનુસાર આરોપી લગ્નના આયોજક મનુભાઇ ચંદુભાઇ વસાવા (રહે.મોરા ફળીયા,રૂઢ ભીલવાડા તા.નાંદોદ) એપોતાની પુત્રીના લગ્નમાં પંચોતેર થી એંસી જેટલા માણસો ભેગા કરી તથા ડિજે પાર્ટીના માલીક મહેન્દ્રભાઇ મોહનભાઇ વસાવા (રહે-આમલેથા) લગ્નમાં ડિજે મોકલી તથા ડિજેના ઓપરેટર કેતનભાઇ શ્રાવણભાઇ વસાવા (રહે-આમલેથા)એ ડિજ વગાડી તથા ડીજેને ટ્રેકટરમા મુકી લાવનાર ટ્રેકટર ડ્રાઈવર કૌશીકભાઇ નાનુભાઇ વસાવા (રહે..આમલેથા) ઓએ ટોળુ ભેગુ કરવામાં આયોજકને મદદગારી કરી સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ કરી રોગચાળાનો ફેલાવો થાય તેવું કૃત્ય કરી જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરીપોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા