કોરોના મહામારીના સમયમાં પોલીસ જવાનો લોકોની સેવા માટે સતત ખડેપગે ફરજ બજાવતા હોય છે આ ઉપરાંત કોરોના કાળમાં દર્દીઓના જીવ બચાવવા માટે 12 જેટલા પંચમહાલ જિલ્લાના પોલીસ જવાનો એ પ્લાઝમા ડોનેટ કરી સરાહનીય કામગીરી કરી છે
પોલીસ જવાનોની ફરજ નિષ્ઠા સાથે માનવતા ભરી કામગીરી બદલ પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ લીના પાટિલ એ આવકારી છે ગોધરા શહેરના સિવિલ લાઇન્સ રોડ પર આવેલી રેડક્રોસ બ્લડબેન્ક ખાતે પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા 12 પોલીસ જવાનોએ રેડક્રોસ સોસાયટી ખાતે પ્લાઝમા ડોનેટ કરવામાં આવ્યા હતા,હાલમાં કોરોના વૈશ્વિક મહામારીમાં પ્લાઝમા દ્વારા અનેક કોરોના દર્દીઓના જીવ બચાવવામાં સફળતા મળી છે, બીજી તરફ કોરોનાને મ્હાત આપી સાજા થયેલા વ્યક્તિઓ વધુમાં વધુ પોતાના પ્લાઝમા ડોનેટ કરીને અન્ય કોરોના દર્દીઓના જીવ બચાવે તે માટે સ્વૈચ્છિક સંસ્થાઓ અને બ્લડબેંક દ્વારા અપીલ કરવામાં આવી રહી છે,ત્યારે આજે પંચમહાલ પોલીસ વિભાગના 12 જેટલા કોરોનાને મ્હાત આપી સાજા થયેલા કોરોના વોરિયર્સ ગણાતા પોલીસ જવાનોએ સમાજ પ્રત્યે પોતાની નૈતિક જવાબદારી સમજીને પોતાના પ્લાઝમા ડોનેટ કરવામાં આવ્યા હતા, ગોધરા શહેરના રેડક્રોસ સોસાયટી ખાતે આવેલ બ્લડબેંક ખાતે ૩ મહિલા પોલીસકર્મીઓ સહિત 12 જેટલા પોલીસ જવાનોએ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ લીના પાટીલની ઉપસ્થિતિમાં હેડ કોન્સ્ટેબલ નરેશ કુમાર ભારતસિંહ બ. નં. 1202 એ પ્લાઝમા ડોનેટ કર્યું હતું જ્યારે 12 જેટલા પોલીસ જવાનો એ પ્લાઝમા ડોનેટ બ્લડ સેમ્પલ આપ્યા હતા આ પ્રસંગે ડીવાયએસપી સી.સી.ખટાણા રેડક્રોસ સોસાયટીના કે.ટી.પરીખ ડૉ શ્યામસુંદર શર્મા, આનંદ ઘડિયાળી તેમજ ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી