રાજપીપલા : સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપલાના કારોબારી સભ્યો અને સેવાભાવી યુવાનો દ્વારા હાલ અદ્યતન સ્મશાન (નવી ગેસની સગડી મુકવાની કામગીરી) નો પ્રોજેકટ તંત્ર અને લોક સહયોગની અપેક્ષાથી હાથમાં લીધો છે તેની કામગીરીની શરૂઆત અખાત્રીજના શુભ દીને કરવામાં આવી હતી. આ અંગેના સમાચાર નો પડઘો પડ્યો છે અહેવાલ પ્રગટ થયા પછી દાનનો પ્રવાહ વહેતો થયો છે.
રાજપીપલા સહિત નર્મદા જિલ્લામા કોરોના 3817 જેટલાં કેસો થઈ ચુક્યા છે. બીજી લહેરમાં મોતનો આંકડો પણ ભયાનક રીતે વધી રહ્યો છે ત્યારે રાજપીપલા ખાતે આવેલ સ્મશાન ગૃહમા રોજે રોજ લાશોનો ઢગલો ખડકાઈ રહ્યો છે. રોજના સરેરાશ 5 થી 7 લોકોના અગ્નિસંસ્કાર અહીંના
સ્મશાન ગૃહમા કરવામાં આવી રહ્યો છે. સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપલાના યુવાનો દ્વારા હાલ અદ્યતન સ્મશાન (નવી ગેસની સગડી મુકવાની કામગીરી) નો પ્રોજેકટ તંત્ર અને લોક સહયોગથી અમલમા મુકવાનું નક્કી કર્યું હતું. જેમાં અખાત્રીજના શુભ દિને રાજપીપલા સ્મશાન ગૃહમા નવી ગેસની સગડી મુકવાની કામગીરીનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.
નર્મદામા છેલ્લા 45 દિવસમાં કુલ 185 ના અગ્નિ સંસ્કાર કરાયા છે આ સત્તાવાર આંકડા છે. રાજપીપલા કોવિડમાં દર્દીઓ દાખલ થાય છે જેમાં ઘણા સાજા પણ થાય છે પણ ઘણા દમ પણ તોડે છે. નર્મદામા એપ્રિલમા 113 અને મે માસમાં 14 દિવસમા 72 ના રાજપીપલા સ્મશાન ગૃહમા અગ્નિસંસ્કાર કરાયા છે જેમાં રોજનું ટનબંધ લાકડાનો અગ્નિસંસ્કાર થતો હતો. ઘણી વાર લાકડા પણ ખૂટી જતા હતા ત્યારે સેવાભાવિ લોકો લાકડા દાનમા પણ આપતા હતા. છેલ્લા બે મહિનામા 3 થી 4 હજાર મણ લાકડા ચિતામા બળી ગયા હતા અને આ સિલસિલો હજી પણ સતત ચાલુ હોવાથી પર્યાવરણ માટે નુકશાનકારક પણ હોવાથી સ્મશાન ગૃહના સંચાલકોએ રાજપીપલા સ્મશાન ગૃહમા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપલાના યુવાનો
રાજપીપલા વૈષ્ણવ વણિક સમાજના યુવાનો અજિત પરીખ, ગુંજન મલાવિયા, ઉરેશ પરીખ, તેજસ ગાંધી, કૌશલ ગાંધી, કેયુર ગાંધી અને સ્મશાનના સંચાલક દર્શક પરીખ આ યુવા ટીમ સમશાનમા અગ્નિસંસ્કારની સેવાની ધૂણી ધખાવી રહ્યા છે તેમના દ્વારા હાલ અદ્યતન સ્મશાન (નવી ગેસની સગડી મુકવાની કામગીરી) નો પ્રોજેકટ તંત્ર અને લોક સહયોગની અપેક્ષાથી હાથમાં લીધો છે તેની કામગીરીની શરૂઆત અખાત્રીજના શુભ દીને કરવામાં આવ્યું છે. અહીં એક નહીં પણ બે નવી ગેસની સગડી મુકવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે એ ઉપરાંત સ્મશાન ગૃહમા એક કરતા વધારે દિવસસુધી મૃતદેહને સાચવી શકાય તે માટે કોલ્ડ સ્ટોરેજ પણ મુકવામાં આવનાર છે. એ ઉપરાંત સ્મશાન ગૃહમા ગાર્ડન અને બેઠક વ્યવસ્થા પણ કરવામા આવી રહી છે. આ બધા પાછળ અંદાજે એકાદ કરોડ નો ખર્ચ થાય એમ છે. તંત્ર અને સેવાભાવી લોકો દ્વારા એક સગડીનો ખર્ચની રકમતો મળી ગઈ છે. હવે બાકીના ખર્ચ માટે પણ દાનનો પ્રવાહ વહી રહ્યો છે ત્યારે આ માનવતાના સેવાના કામમા લોકો ઉદાર હાથે મદદ કરશે બીજી સગડી પણ આવી જશે.
આ એક નવી ગેસની સગડી પાછળ 30 થી 32 લાખનો ખર્ચ થાય એમ હોઈ સંસ્થા પાસે 5 લાખનું બેલેન્સ હતું. એક સેવા ભાવિ સંસ્થામા શક્તિ ગરબા ગ્રુપના આયોજકોએ 1 લાખનું અને નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલે 5 લાખનું દાન આપતા દાનનો પ્રવાહ વધતો ગયો. આ અંગે નર્મદા કલેકટરનો સંપર્ક કરતા નર્મદા જિલ્લા કલેકટર ડી. એ. શાહ તરફથી રાજપીપલાના સ્મશાન ગૃહના ગેસ આધારિત સગડી પ્રોજેક્ટ માટે CSR ફંડ હેઠળ રૂ. ૧૫ લાખનો સહયોગ પૂરો પાડવામા આવ્યો. અને આ રકમ પણ તરત ફાળવી દેવામાં આવતા તંત્ર પણ મદદે આવ્યું. આ અંગે 30 થી 32 લાખનો ખર્ચ થવાનો છે પણ સેવાના કામમા લોકોનો સહયોગ મળતા આ કામ હવેશરૂ કરી દેવામાં આવ્યું છે.
એકાદ માસમા આ પ્રોજેક્ટ શરૂ થઈ જવાની ધારણા છે. એનાથી લાકડાની જરૂર નહીં પડે. લાકડાની બચત થશે અને પર્યાવરણને બચાવી શકાશે. આ ગેસ સગડીમા પહેલીવાર મૃતદેહને બાળતા એકાદ કલાક જેટલો સમય લાગશે. પછી સગડી ગરમ થઈ ગયા પછી બીજા મૃતદેહને બાળવા માટે અને ત્રીજા માટે એથી પણ ઓછો સમય લાગશે આ સગડીમા બંને સાઈડ પર 14-14 એમ કુલ 28 ગેસના બોટલો લાગશે. આ સેવાની પ્રસરતી જતી સુવાસની પ્રવૃત્તિ જોઈને કોણ કહે છે માનવતા મરી પરવારી છે.?
જ્યોતિ જગતાપ, રાજપીપલા