રાજપીપલા : નર્મદા પોલીસ અધિક્ષક હિમકરસિંહ નર્મદાની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ નર્મદા જીલ્લામાં પ્રોહી/જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા સારૂ અસરકાર અને પરીણામલક્ષી
કામગીરી કરવા સુચનાના પગલે ઈન્ચા. પોલીસ ઈન્સ્પેક્ટર એમ.બી.ચૌહાણને બાતમી મળતા તેમની સૂચના મુજબ રાજપીપલા પોલીસ સ્ટાફના માણસો એ.એસ.આઈ લક્ષ્મણભાઇ ગુલાબસિંહભાઇ તથા અ.પો.કો.યોગેન્દ્રભાઇ
મહેશભાઇ,સંદિપભાઇ ગીરધરભાઇ,.નરેન્દ્રભઇ બાબુભાઇ,રમેશભાઇ જેતસિભાઇ રાજપીપલા પોલીસ મથકે હાજર હતા તે વખતે અ.પો.કો.સંદિપભાઇને ખાનગી રાહે બાતમી મળેલ કે કુંવરપરા ગામની સીમમાં મણીનાગેશ્વર
મંદિરની પાસે કેળના ખેતરમાં હાર જીતનો પત્તા પાનાનો જુગાર રમી રહેલ છે. જે બાતમીને આધારે ઇન્યા.પોલીસ
ઇન્સ્પેક્ટર એમ.બી.ચૌહાણ તથા પંચો સાથે બાતમીવાળી જગ્યાએ જઈ જોતા કેટલાક ઇસમો કુંડાળવળી બેસેલ હોય
જેથી આ જગ્યા ઉપર કોર્ડન કરતા ચાર ઇસમો પકડાઇ ગયેલ. જે પકડાયેલ ઇસમોની અંગ ઝડતી તથા દાવ
ઉપરના કુલ કિમત.૧૧,૩૦૦/- તથા કુલ મુદામાલ મળી કુલ રૂ.૪૨,૭૨૦/-સાથે પકડાયેલ આરોપીઓને પોલિસ મથકે
લાવી આરોપીઓ સામે જુગાર ધારા કલમ ૧૨ મુજબ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે
જ્યોતિ જગતાપ, રાજપીપલા