Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદાને કોરોના મુકત કરવા માટે રાજપીપલા ખાતે શ્રી વૈધનાથ મહાદેવ મંદિરમાં નવચંડી યજ્ઞનું આયોજન કરાયું.

Share

રાજપીપલા : હાલ નર્મદા સહીત સમગ્ર ગુજરાત અને દેશભરમા કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જેમાં અસંખ્ય લોકો મોતને ભેટી રહ્યા છે જેનાથી લોકો ભયભીત બન્યા છે ત્યારે હવે લોકો ઈશ્વરને વિવિધ પ્રાર્થના, યજ્ઞો, ભજન કરી ઈશ્વરને રિઝવી રહ્યા છે કે હવે કોરોનમાંથી સૌને મુક્ત કરો. તાજેતરમા નર્મદા જિલ્લામા પણ કોરોનામુક્તિ માટે લોકો મંદિરોમા ઘરોમાં પ્રાર્થના, યજ્ઞો કરી રહ્યા છે.

જેમાં રાજપીપલા ખાતે શ્રીવૈધનાથ મહાદેવમા
નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અવેતન લઘુરુદ્ર મંડળ રાજપીપળા દ્વારા વૈશ્વિક મહામારી કોરોનાને સમાપ્ત કરવા યજ્ઞાચાયૅશ્રી દિપેશ મહારાજ અને યોગેશભાઈ જોષીના સાનિધ્યમાં સંપુટીક નવચંડી યજ્ઞનું શ્રીવૈધનાથ મહાદેવ મંદિરમા આયોજન કરવામાં આવ્યુ હતું.

યજ્ઞમા આયુર્વેદ ઔષધિઓની આહુતિ આપવામાં આવી હતી જેનાથી વાતાવરણમા વાઇરસ સહીત અન્ય જીવ જંતુઓનો નાશ થાય છે. ત્યારે આવા યજ્ઞો ઠેર ઠેર શરૂ થયા છે અને આવા યજ્ઞો થકી નર્મદા કોરોના મુક્ત બને અને સૌને કોરોનામાથી મુક્તિ અપાવે એવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

અંકલેશ્વર : ભરૂચથી સુરતને જોડતા ટ્રેક પર વાહનોની લાંબી કતારને પગલે ભારે ટ્રાફિકજામ સર્જાયો.

ProudOfGujarat

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી તબક્કાવાર 8 લાખ કયુસેક પાણી છોડાશે જેથી નર્મદા નદીની સપાટી વધશે.

ProudOfGujarat

નર્મદાના ચંદપુરાના ગ્રામજનો એ પાણી આપો, શિક્ષણ આપો, આવાસ આપોનાં સુત્રો સાથે તિલકવાડા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!