Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની વેલ્ફેર હોસ્પિટલના અગ્નિકાંડમાં નગરપાલિકા ફાયર વિભાગના ૩ કર્મીઓ ફરજ મોકૂફી પર…

Share

– વેલ્ફેર હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં ફાયરની ચકાસણી બાબતે ફરજ મોકૂફ કરાયા…

ભરૂચની વેલફેર હોસ્પિટલમાં લાગેલી આગના બનાવમાં ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ નગરપાલિકા ફાયર વિભાગના ૩ કર્મચારીઓને ફરજ મોકૂફ કરાયા છે જેના પગલે પાલિકા વર્તુળમાં ચકચાર મચી જવા પામી છે.

ભરૂચની વેલ્ફેર હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં લાગેલી ભીષણ આગમાં 16 દર્દીઓ અને બે ટ્રેઇની નર્સ સહિત 18 વ્યક્તિઓના જીવ ગયા હતા. આગના આ બનાવ અંગે હાઇકોર્ટમાં રીટ પિટિશન થવા સાથે નિવૃત જજ મહેતાના પંચને પણ તપાસ સોંપવામાં આવી છે. આગ બાદ વિવિધ તપાસ એજન્સીઓના અહેવાલના પગલે વેલ્ફેર હોસ્પિટલના ટ્રસ્ટીઓ સામે બેદરકારી અંગેની પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે તો હાઇકોર્ટ દ્વારા પણ, સરકાર, નગરપાલિકા, કલેકટર, વેલ્ફેર હોસ્પિટલ અને પોલીસ વિભાગને પણ નોટિસ પાઠવી આગના બનાવ માટે જવાબદારી નક્કી કરવા તાકીદ કરવામાં આવી છે. સમગ્ર પ્રકરણમાં આગળ વધી રહેલી તપાસ વચ્ચે ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગના ત્રણ કર્મચારીઓ હેડ ફાયરમેન શૈલેષ સાસીયા, તેમજ આસિસસ્ટન્ટ ફાયર મેન અલ્પેશ મિસ્ત્રી તેમજ પુરસોત્તમ માછીને ચીફ ઓફિસર દ્વારા ફાયરની ચકાસણી બાબતે ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા છે. જેવો હોસ્પિટલ ખાતે ફાયર ઇન્સ્પેકશન માટે ગયા હતા. જોકે આ મામલે ફરજ મોકૂફ કરાયેલ ફાયરના કર્મચારીઓના નિવેદન રેકેર્ડ પર લઈ તેના આધારે કોર્ટ અને તપાસ પંચ સમક્ષ ભરૂચ નગરપાલિકા પોતાનો પક્ષ રજૂ કરશે. આ મામલે એમ જાણવા મળી રહ્યું છે કે ઇન્સ્પેકશન માટે ગયેલ આ ફાયર કર્મચારીઓ ને પણ નવું બિલ્ડીંગ નહિ પણ જૂનું બિલ્ડીંગ જ બતાવવામાં આવી હતી.અને નવા બિલ્ડીંગની કોઈ ફાયર પરમિશન અપાઈ જ ન હતી. આગના આ બનાવની તપાસ પ્રભાવિત ન થાય માટે ભરૂચ નગરપાલિકાના આ ત્રણ કર્મચારીઓને ફરજ મોકૂફ કરાયા હોવાનું મુખ્ય અધિકારી સંજય સોનીએ જણાવી તેવોએ તેમની ફરજ પૂર્ણ કરી હતી કે નહીં તેની પણ તપાસ થશે. આ કોઈ પનીશમેન્ટ એક્શન નથી પણ તેમની બચાવ કામગીરી આગના બનાવ દરમ્યાન ખૂબ જ સારી હતી. તેના કારણે સરકાર દ્વારા ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓને સન્માનિત કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. તે દરમ્યાન ફરજ મોકૂફીના ઓર્ડર મળતા ઉપલા અધિકારીઓ સામે કેમ કોઈ એક્શન નથી લેવાયા તેની ચર્ચા પણ ઉઠી છે.

Advertisement

ભરૂચ વેલ્ફેર હોસ્પિટલની આગમાં સૌ કોઈ પોતાની જાતને બચવવામાં વ્યસ્ત બન્યા છે ત્યારે આ આગ હજુ કેટલનો ભોગ લેશે તે જોવુ રહ્યું.


Share

Related posts

કરજણનાં ભરથાણા ગામ પાસે આવેલ ટોલનાકા પાસે પરપ્રાંતીય શ્રમિકોએ હોબાળો મચાવ્યો હતો.

ProudOfGujarat

રાજપીપળા : ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના નર્મદાની કારોબારીની વરણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ : 100 કુટુંબોને ભૂખે રહેવાનાં દિવસો આવ્યા જાણો કેમ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!