ગઈકાલના રોજ રાજ્ય સરકાર દ્વારા ખુબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે નિર્ણય લગભગ 15 લાખથી વધુ વિદ્યાર્થીઓના હિતમાં હતો. ધો.10 ના વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવતી એસ.એસ.સી. ની પરીક્ષામાં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેને લઈને ગુજરાતના માધ્યમિક શિક્ષણ બોર્ડના માજી સભ્ય પ્રવીણ કાછડીયાની શિક્ષણમંત્રીને કેટલીક રજુઆત કરી હતી જેમાં તેમને જણાવ્યું હતું કે પરીક્ષા અંગે લેવામાં આવેલ ફી દ્વારા હવે કોઈ ખર્ચ થવાનો નથી જેથી 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ભરવામાં આવેલી પરીક્ષા ફી વિદ્યાર્થીઓને પરત મળવી જોઈએ કારણ કે ગરીબ બાળકોના માતાપિતા પોતાનું બાળક આ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં પરીક્ષા આપી શકે તે માટે જેમતેમ મહેનત કરીને ફી ભરતા હોય છે જો ફી પરત મળી જાય તો વાલીઓને રાહત રહેશે.
અન્ય રજુઆતમાં તેમને જણાવ્યું કે જે વિદ્યાર્થીઓ રીપીટર છે શું તેમની પરીક્ષા લેવામાં આવશે તો તેમને કોરોના થશે નહીં ?તેમને બંનને યોગ્ય ન્યાય મળે તે માટે માનનીય શિક્ષણમંત્રીને પત્ર લખી રજુઆત કરી હતી.