આજે અક્ષય તૃતીયામા વણ જોયું મુહર્તમા શુભ કાર્યો કરવાનો દિવસ હોવા છતાં નર્મદામા કોરોનાના કારણે લગ્ન સમારંભો ફીકા પડ્યા હતા.નર્મદાના લગ્ન સમારંભોને કોરોના નું ગ્રહણ નડ્યું હતું.50થી વધુ લોકોને ભેગા નહીં કરવાના કારણે તેમજ વરઘોડા અને ડીજે, નાચગાન કાર્યકમો પર પ્રતિબંધ હોવાથી આજે અખાત્રીજના દિવસે લગ્નો સાદાઈથી યોજાયા હતા.
ભારતીય સંસ્કૃતિમાં અક્ષય તૃતીયાને બહુ શુભ દિવસ માનવામાં આવે છે. એવું કોઈ શુભ કાર્ય નથી જે આ દિવસે ના થઇ શકે.પણ
કાલે અક્ષય તૃતીયામા વણ જોયું મુહર્તમા શુભ કાર્યો કરવાનો દિવસ હોવા છતાં કોરોનાના કારણે લગ્ન સમારંભો ફીકા પડ્યા હતા.નવા શુભ કાર્યો પણ ખાસ થયા નહોતા.
આ વર્ષે 15 વર્ષ પછી અક્ષય તૃતીયાએ સૂર્ય, ચંદ્ર, શુક્ર અને રાહુ ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરવાનોહોઈ આ સંયોગ સ્વયંમાં દુર્લભ માનવામાં આવે છે. તેથી જ આ દિવસ આ વખતે વધારે લાભદાયી છે. તેથી જ આ દિવસ સોનુ ખરીદવા માટે શુભ મનાય છે.પણ કોરોનાનો માર અને મોંઘવારી ને કારણે સોની ખરીદીમા પણ ઓટ જોવા મળી હતી. સોની વેપારીઓને પણ આજના અખાત્રીજ ના દિવસે કોરોનાનું ગ્રહણ નડ્યું હોવાનું જણાવ્યું હતું.
આજે અક્ષય તૃતીયા-અખાત્રીજ,અને પરશુરામ જયંતીનો ઉપરાંત મુસ્લિમ ભાઈઓનો પવિત્ર રમજાન ઈદ હોવા છતાં કોરોના જાહેરનામા ને કારણે જાહેર કાર્યકમો તેમજ ધાર્મિક કાર્યકમોખાસ યોજાયા નહોતા.
આજે અખાત્રીજના દિવસે ધરતી પુત્રોએ આજે ખેતરોમાં જઈ ધરતીપૂજન અને ઓજારનું પૂજન કર્યું હતું.
જયારે આજે ભગવાન પરશુરામ જયંતીની ઉજવણી પણ રાજપીપલામા સાદગી પૂર્ણ રીતે ઉજવાઈ હતી. આજે વિઠ્ઠલનાથજી મન્દિરમા અત્યંત સાદગી પૂર્ણ રીતે ઉજવાઈ હતી જેમાં માત્ર ચાર પાંચ બ્રાહ્મણોની હાજરીમા આરતી પૂજન કરાયું હતું. તેમજ સાંજે સાત વાગ્યે દરેકે પોતાના ઘરે દિવા પ્રગટાવ્યા હતા.
તો બીજી તરફ આજે મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમજાન માસ બાદ આજે રમઝાન ઈદ હોવાથી મસ્જિદોમાં આજે કોરોના ના જાહેરનામાને કારણે જાહેરમા નમાઝ પઢવા પર પ્રતિબંધ હોવાથી મસ્જિદોમા માત્ર મૌલાવીઓ જ નમાઝ પઢી હતી. અને બાકીના મુસ્લિમ બિરાદરોએ ઘરે રહીને જ નમાઝ અદા કરી હતી.
જ્યોતિ જગતાપ, રાજપીપલા