Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાગબારા તાલુકાના કોડબા ગામ પાસે બે ટ્રેલર અને ટેમ્પા વચ્ચે અકસ્માત..

Share

સાગબારા તાલુકાના કોડબા ગામ પાસે બે ટ્રેલર અને ટેમ્પા વચ્ચે અકસ્માત નડતા એક ટ્રેલર પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેલરમાંથી સેનેટરી વેરનો જથ્થો રોડ પર બોક્સ સહિત વેરાઈ જતા ભારે નુકશાન થયું હતું. આ અંગે અકસ્માત ગુનાની ફરિયાદ સાગબારા પોલીસ મથકે નોંધાઈ છે.જેમાં ફરીયાદી અજય દત્તરાજ દેસલે,(ઉં.વ.આ.૨૧,ધંધો-ટ્રાન્સપોર્ટ, રહે.વિંયુર, તા.ધુલે, જિ.ધુલે(મહારાષ્ટ્ર),)એ આરોપી દત્તરાજ ભોજરાજ દેસલે (રહે.જાનવે,તા.અમલનેર,જિ.જલગાંવ (મહારાષ્ટ્ર)સામે ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદની વિગત અનુસાર આરોપીએ પોતાના કબજામાનો આઈસર ટેમ્પો નંબર.MH-18-AA-9903 પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી કોડબા ગામ પાસે હાઇવે રોડ ઉપર પલ્ટી ખવડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેમ્પોમાં ભરેલ સેનેટરી મટીરિયલ રોડ પર બોક્સ વેરાઈ જતા તથા આઈસર ટેમ્પોના નીચેના ભાગે નુકશાનપહોંચાડી ગુનો કરતા પોલીસે ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

વડોદરામાં ૧૨ માં ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને રૂ.૨૪૭ કરોડથી વધુ રકમના લાભોનું કરાયું વિતરણ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાનાં બલદાણા ગામે લાભ પાંચમ નિમિત્તે ભાથીજી યુવક મંડળ દ્વારા લોક ડાયરો યોજાયો.

ProudOfGujarat

ખેડા પાલિકા દ્વારા તહેવારના દિવસોમાં રોડનુ કામ શરૂ કરાતા નાગરિકોમાં અસંતોષની લાગણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!