કોરોના સંક્ર્મણ વચ્ચે જયારે લોકડાઉનની પરિસ્થતિ થઈ છે ત્યારે બીજી બાજુ લોકોના ધંધા -રોજગાર પર તેની માઠી અસર પડી રહી છે લોકો ખોટી દિશા તરફ વધુ વળી રહ્યા છે. હાલ ભરૂચ જિલ્લાના જ ઝાડેશ્વર વિસ્તારમાં હજારો લીટરના બાયો ડિઝલની ગેરકાયદેસર ફેરવણી થઈ રહી હતી જેની બાતમી ભરૂચ સી ડીવીસનને મળી હતી. પોલીસને મળેલ બાતમી અનુસાર રાત્રી કર્ફ્યુ બાદ પેટ્રોલીંગ દરમિયાન ઝાડેશ્વર ચોકડી ખાતે આવેલ ગજાનંદ શોપિંગ સેન્ટરમાં શ્રદ્ધા પ્રિન્ટિંગ એન્ડ પ્રેસ નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે બાયો ડિઝલનો સંગ્રહ કરી રાખીને ટ્રાન્સપોર્ટની ફરતી ગાડીઓમાં વપરાશ માટે વેચાણ કરતા હોવાથી પોલીસ સ્ટાફે અચાનક રેડ કરી આશરે 9200 લીટર જેટલું 5,52,000/- નું બાયો ડીઝલ સાથે ટેન્કર અને પીકઅપ ગાડી મળી કુલ રૂ. 20,57,000 નો કોઈ પણ જાતના આધાર પુરાવા વગર મળી આવતા વધુ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે.
દુકાન પર હાજર મળી આવેલ વિજય પગડાલ અને રાહુલસિંહ રૈયાને બાયો ડીઝલ બાબતે આધાર પુરાવાઓ માંગતા આધાર પુરાવા ન મળતા બંને સામે એફ.આઈ.આર નોંધી પુરવઠા વિભાગ તથા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી વિભાગને જાણ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
ભરૂચનાં ઝાડેશ્વર વિસ્તારમાંથી પોલીસે હજારો લીટર બાયો ડિઝલનો જથ્થો ઝડપી પાડયો.
Advertisement