કોવીડ – 19 મહામારીને અનુસંધાને જિલ્લામાં ગેરકાનૂની રીતે ચાલતી દારૂ અને જુગારની પ્રવૃતિ સાથે સંકળાયેલા બુટલેગરો પર વોચ રાખી ગુનાઓ અટકાવવા માટે તેમજ દારૂ અને જુગારના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા માટે ભરૂચ જિલ્લમાં પોલીસ સજાગ થયું છે.
ભરૂચ પોલીસ વિભાગની અલગ અલગ ટીમો દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ જે બાતમીને આધારે 12 મી મે ના રોજ ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હકીકત મળેલ કે ઝઘડિયા તાલુકાના મીઠામોરા ગામમાં રહેતા વોન્ટેડ આરોપી ધર્મેશ ઉર્ફે ધમો નરેશભાઇ વસાવા ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લાવી ઘરમાં સંતાડેલ છે જે હકીકતના આધારે એલ.સી.બી ની ટીમે રેડ કરતાં ઘરનાં વાડામાંથી બોક્ષ નંગ 24 માં ભરેલ બોટલ નંગ 1152 જેની કુલ કિં. 1,15,200/- નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જયોત્સનાબેન ધર્મેશભાઇ ઉર્ફે ધમો નરેશ વસાવાની ધરપકડ કરી ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.