પંચમહાલ જીલ્લાના વડા મથક ગોધરા ખાતે આવેલી સિવીલ હોસ્પિટલ, અને તેમા કાર્યરત કોવિડ સેન્ટરની વિધાનસભા વિપક્ષના પુર્વ પ્રમુખ અને કોંગ્રેસના નેતા અર્જુનભાઇ મોઢવાડીયાએ મુલાકાત લીધી હતી.
તેમને સિવીલ હોસ્પિટલના અધિક્ષક,સ્ટાફ સાથે મુલાકાત લઇને હાલની કોરોની પરિસ્થીતીને લઇને તાગ મેળવ્યો હતો. પંચમહાલ જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસોમા દર્દી અને તેમના કુટુંબીજનોને પડતી મુશ્કેલી સમસ્યા અને વહીવટી તંત્રનો સાથ સહયોગ વેન્ટિલેટર, ઓક્સીજન, ઈન્જેકશન, દવાઓની પરિસ્થિતિ વિગેરે બાબતોની જાત માહિતી મેળવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને વિધાનસભા વિપક્ષ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને નેતા અર્જુનભાઈ મોઢવાડીયા ગોધરા ખાતે સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટર, નર્સિંગ હોમની રૂબરૂ મુલાકાત લઈ દર્દીઓ -પરિવારજનોની મુલાકાત લીધી હતી.
સિવિલ સુપ્રિ.ગોધરા સિવિલ ડોકટર, સ્ટાફ, અને અન્ય પ્રજાજનો તથા,કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો, કાર્યકર્તાઓને મળી હાલની સ્થિતિની સમીક્ષા કરી ચર્ચા વિચારણા કરી હતી. મુલાકાતમાં પંચમહાલ કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટ્ટી, માજી ધારાસભ્ય રાજેન્દ્ર પરમાર, પ્રદેશ મંત્રી રફીક તીજોરીવાલા, શહેર પ્રમુખ સિદ્દીક ડેની, યુવા પ્રમુખ મીકી જોસેફ, મહામંત્રી ઉમેશ શાહ, સોશ્યલ મીડિયા ડીપાર્ટમેન્ટ. સન્ની શાહ, અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના પ્રમુખ રાજેશ હડીયેલ સિવિલ સર્જન. ડો પીનલ ગાંધી,RMO ડો મયુરી શાહ સહિત સ્ટાફ હાજર રહ્યા હતા.તેમને સરકાર સામે આક્ષેપ કરતા મિડીયાના માધ્યમથી જણાવ્યુ હતુ કે કોરોનાની બીજા વેવનો સામનો કરવાની તૈયારીમા સરકાર નિષ્ફળ ગઈ છે.તેના પરિણામ શહેરી અને ગ્રામ્ય જનતા ભોગવી રહી છે.વધુમા તેમને જણાવ્યુ કે સરકાર જીલ્લામાં વેક્સિનેશનની પ્રકિયા ઝડપી બનાવે,દવાઓનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરાવાની માંગ કરી હતી.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા : સિવીલ હોસ્પિટલની મુલાકાત લેતા કોંગ્રેસ નેતા અર્જુનભાઇ મોઢવાડીયા.
Advertisement