Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના ગુલનાર સોસાયટીમાં રહેતા આઠ વર્ષીય બાળકે રમઝાન મહિનાના તમામ રોજા અદા કરી અલ્લાહની ઇબાદત કરી.

Share

અંકલેશ્વર શહેર અને તાલુકામાં કાળઝાળ ગરમી વચ્ચે રમઝાન માસના ૨૯ જેટલા રોજા મુસ્લિમ બિરાદરો દ્વારા અદા કરવામાં આવ્યા હતા. જુવાનિયાઓ અને વયોવૃદ્ધની સાથે સાથે બાળકોમાં પણ રમજાન માસને લઇ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાંચથી લઇ ૧૨ વર્ષીય બાળકો રમઝાન માસના તમામ રોજા આવી આકરી ગરમીમાં અદા કરી ખુદાની બંદગી કરી રહ્યા છે.અંકલેશ્વરના ગુલનાર સોસાયટીમાં રહેતા અને વોર્ડ નંબર 4 ના નગરસેવક રફિકભાઈ ઝઘડિયાવાલાના ૮ વર્ષીય પૌત્ર હુસૈન સોયેબ ઝગડીયાવાળા ૪૨-૪૩ ડીગ્રી તાપમાન વચ્ચે ૨૯ રોઝા દરમિયાન ૧૫ થી ૧૬ કલાક ભૂખ્યા રહી અલ્લાહની ઇબાદત કરી હતી. જોકે આ વર્ષે કોરોનાની સેકન્ડ વેવમાં અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે ત્યારે કોરોના હવે દેશ-દુનિયાને અલવિદા કહે તેવી દુઆ કરી હતી.

Advertisement

Share

Related posts

સુરતનાં સલાબાદપુરા વિસ્તારમાં એક મોબાઇલ શોપમાંથી તસ્કરોએ મોટો હાથફેરો કર્યાની ઘટના પ્રકાશમાં આવી હતી.

ProudOfGujarat

નાંદોદના કરજણ ડેમના ઊંડા પાણીમાં નાવડી ડૂબી જતાં યુવાનનું કરુણ મોત.

ProudOfGujarat

ભરૂચ મકતમપુર જી.ઇ.બી. ખાતે સ્થાનિક લોકો એ હોબાળો મચાવ્યો હતો. એલ.ઇ.ડી. બલ્બ રિપ્લેસ કરવા માટે ધક્કા ખવડાવતા હોવાની ફરિયાદો સાથે લોકોએ હોબાળો મચાવ્યો હતો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!