સમગ્ર ગુજરાતમાં જે રીતે કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે. તેમાંય ગોધરા શહેર અને જિલ્લામાં દિનપ્રતિદિન કોવિડના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે અને કોવિડના ગંભીર દર્દીઓને તથા અન્ય કેસોના દર્દીઓને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ પહોંચાડી તેમને સારવાર મળી રહે તે માટે ગોધરા નગર પાલિકાના પ્રમુખ સંજયભાઈ સોની દ્વારા પંચમહાલ જિલ્લાના સાંસદ રતનસિંહ એમ રાઠોડ ને આવેદનપત્ર પાઠવી ગોધરા શહેર-જિલ્લા માટે ઇમરજન્સી 108 ની એ.સી વેન્ટિલેટર સુવિધા સાથે ઉપલબ્ધ એમ્બ્યુલન્સ માટે તેમની ગ્રાન્ટ માથી ફાળવવામાં આવે તે માટે રજુઆત કરવામાં આવી છે.
હાલમાં કોવિડ-19 ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગોધરામાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે મહીસાગર, દાહોદ જિલ્લામાંથી દર્દીઓ સારવાર અર્થે અહીં આવે છે, સારવાર દરમિયાન દર્દીની હાલત અત્યંત નાજુક હોય અને તેવા સંજોગોમાં દર્દીને વડોદરા કે અમદાવાદ શહેરમાં લઈ જવા માટે એ.સી વેન્ટિલેટર સુવિધાવાળી એમ્બ્યુલન્સ ન હોવાના કારણે દર્દીઓને પારાવાર હાલાકી ભોગવવી પડે છે અને ગોધરા શહેરમાં હાલ ખાનગી સંસ્થાઓ પાસે પણ આ પ્રકારની એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ નથી આથી ગોધરા નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ સોનીએ પંચમહાલ જિલ્લાના સાંસદ રતનસિંહ એમ રાઠોડને આવેદનપત્ર પાઠવી ગોધરા શહેર-જિલ્લા માટે ઇમરજન્સી 108 ની એ.સી વેન્ટિલેટર સુવિધા સાથે ઉપલબ્ધ એમ્બ્યુલન્સ માટે તેમની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવે તે માટે રજુઆત કરવામાં આવી છે.
પંચમહાલ રાજુ સોલંકી