આજે ઇન્ટરનેશનલ નર્સ ડે નિમિત્તે સિવિલ હોસ્પિટલના સ્ટાફએ આજરોજ વિરોધ વ્યક્ત કર્યો જેમાં નર્સોના પ્રતિનિધિ તરીકે યુનાઈટેડ નેશન ફોર્મ થકી નર્સ દિવસે સરકારને અમુક માંગણીઓ કરવામાં આવી છે જેમાં દરેકને હાલની પરિસ્થિતને ધ્યાનમાં લઈને સમાન વેતન, સેન્ટ્રલ લેવલના ધોરણે વળતર મળી રહે સાથે નર્સીંગ એલાઉન્સ સેન્ટ્રલ સ્ટાફને નર્સોને જેમ 12 અને 24 ગ્રેડ આપવામાં આવે અને જયારે ઉચ્ચતર ધોરણે શિક્ષકોને 10,20 અને 30 ગ્રેડ આપવામાં આવે છે તેમ નર્સોને પણ સમાન બરાબરના હક મળે તેવા અનેક પ્રશ્નો છે.
આગળ ઘણીવાર આ બાબતે સરકારને રજુઆત કરવામાં આવી છે પરંતુ સરકારે આ અંગે કોઈ પગલું ભર્યું નથી. આજથી 17 મે સુધી ગુજરાતની દરેક નર્સો કાળી પટ્ટી ધારણ કરીને દર્દીઓને કોઈ પણ જાતનું નુકસાન અને હેરાનગતિ કર્યા વગર કામ ચાલુ રાખશે પરંતુ સરકાર ઊંઘ નહી ઉડાવે તો 18 મી મે થી નર્સિંગના ગવર્મેન્ટ ગ્રુપના હોદ્દેદારોના કહેવા મુજબ કોરોનાના કપરા સમયગાળા બાદ કામથી અડગા રહીને એક દિવસીય પ્રતીક હડતાળ કરશે, આ રીતે નર્સોએ સરકાર સામે આંગળી ચીંધી છે જેથી સરકાર પગલાં લે.
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા વિરોધ : ટૂંક સમયમાં નિરાકરણ નહીં આવે તો હડતાળ પર ઉતરવાની ચીમકી.
Advertisement