કોરોનાની બીજી લહેરમાં ગંભીર દર્દીઓની સંખ્યા વધી હોવાને કારણે હોસ્પિટલમાં બેડ હાઉસ ફુલ જોવા મળી રહ્યા છે જેના પરિણામે અન્ય જિલ્લાઓમાંથી આવેલ દર્દીઓને હોસ્પિટલ જગ્યાએ એમ્બ્યુલન્સમાં સારવાર લેવી પડે છે ત્યારે ખરેખર જે લાગતા વળગતા તંત્રની કામગીરી અને જવાબદારીઓ આવે છે તેમાં નિષ્ક્રિયતા જોવા મળી રહી છે હાલમાં પંચમહાલ જિલ્લામાં કોરોના મહામારીની ભીંસ વધતી જાય છે દિન પ્રતિદિન કોરોના સંક્રમણના કેસોમાં વધારો નોંધાયો છે દરેક ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસે માઝા મૂકી છે ત્યારે દર્દીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ગોધરાના જાણીતા ઉદ્યોગપતિ હાજી ફિરદોસ કોઠી દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. આ પહેલા સિવિલ હોસ્પિટલ અને નર્સિંગ કોલેજમાં બનાવેલ કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ઓક્સિજન માટે ભારે હાલાકી ભોગવવી પડતી હતી ત્યારે તત્કાલ ઓક્સિજન પ્લાન્ટ નાંખવાની કામગીરી હાથ ધરી હતી ત્યારબાદ નર્સિંગ કોવિડ સેન્ટરમાં દર્દીઓને 50 ટેબલ પંખાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી અને હવે હાજી ફિરદોસ કોઠી પોતાની માતૃના સ્મણાર્થે 100 લીટર ઠંડા પાણીનું ઈલેક્ટ્રોનિક વોટર કૂલર દાન કર્યુ હતું.
ગોધરામાં કોરોનાના વધતા જતા વ્યાપની સામે સરકારી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામા નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સારવાર સહિત તેમની જરૂરિયાતો પૂરી થાય તે જરૂરી હોય છે હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની અછત દુર કરવા અને દર્દીઓને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે ગોધરા જાણીતા ઉધોગપતિ હાજી ફિરદોસ કોઠી (હાજી બાવા) એ ગોધરા સિવિલ હોસ્પિટલ સામે બનાવેલ નર્સિંગ કોવિડ સેન્ટરમાં 100 લીટરનું ઈલેક્ટ્રોનિક વોટર કૂલર દાન કર્યું હતું. આ વોટર કૂલર સ્થાનિક સિવિલ સર્જન ડૉ. પિનલ ગાંધી સહિત આર એમ ઓ ડૉ. મયુરી બેન શાહના હસ્તક લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.
પંચમહાલ રાજુ સોલંકી