ભારતમાં હવે 2 થી 18 વર્ષના બાળકો માટે કોરોનાની સ્વદેશી વેક્સિન તૈયાર કરવામાં આવશે. કેનેડા અને અમેરિકા બાદ હવે ભારત પણ થર્ડ ટ્રાયલ લેશે.
રિપોર્ટ અનુસાર સેન્ટ્રલ ડ્રગ્સ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશનની કમિટીએ ગઈકાલે 2 થી 18 વર્ષની ઉંમરવાળા પર ભારત બાયોટેકની કોવેક્સિનના સેકન્ડ અને થર્ડ ટ્રાયલની મંજૂરી આપી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ એક્સપર્ટસ કમિટીએ કંપનીને ત્રીજા ફેઝના ટ્રાયલ માટે CDSCO પાસેથી અનુમતિ લેતા પહેલા ડેટા એન્ડ સેફ્ટી મોનિટરિંગ બોર્ડને બીજા ફેઝના સુરક્ષા ડેટા ઉપલબ્ધ કરવવાના નિર્દેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદના સહયોગથી ભારત બાયોટેક દ્વારા સ્વદેશી રૂપથી વિકસિત કોવેક્સિન રસીનો ઉપયોગ દેશમાં વેક્સિનેશન હાલ 18 થી ઉપરના લોકો માટે કરાઈ રહ્યો છે.
અમેરિકામાં 12 થી 15 વર્ષના ટીનએજર્સ માટે વેક્સિનને મંજૂરી આ પહેલા સોમવારે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ 12 થી 15 વર્ષના બાળકો માટે ફાઈઝર-બાયોએનટેકની કોરોના વેક્સિનને મંજૂરી આપી હતી. આ પહેલા કેનેડા બાળકોની આ પહેલી વેક્સિનને પરવાનગી આપી ચૂક્યું છે. આમ કરનાર આ વિશ્વનો પ્રથમ દેશ છે.