Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભયંકર સમસ્યા : કપરાડા તાલુકાનું એક એવું ગામ કે જ્યાં કોઈ પણ યુવાનને લગ્ન માટે કોઈ પિતા પોતાની પુત્રી આપતા પહેલા વિચાર કરવો પડે છે…જાણો કેમ ?

Share

– કપરાડા તાલુકાનું મોટી પલસણ આગળ આવેલા કરનજલી ફળિયામાં રહેતા લોકોને એક કેવી સમસ્યાનો સામનો કરવો પડે છે કે આ સમસ્યા મહિલાઓ માટે ખૂબ હાલાકી ભરી છે જેને જોતા કોઇપણ પિતા પોતાની પુત્રીને આ ગામના ફળિયામાં લગ્ન કરવાનું ટાળે છે આ સમસ્યા છે પીવાના પાણીની.

વહેલી પરોઢિયે ત્રણ વાગે આ ફળિયાની મહિલાઓને ત્રણ કિલોમીટર દૂર ડુંગર ઉપર આવેલ પથ્થરની બખોલમાં બનેલા એક કાચા કુવાની અંદર ઊતરીને પીવાનું પાણી ભરવું પડે છે એક બેડું પાણી મેળવવા માટે જીવના જોખમે મહિલાએ દોરડા વડે કૂવામાં ઉતરવું પડે છે તેમ છતાં પણ તેઓને પાણી નસીબ થતું નથી જેની પાછળનું કારણ છે કૂવાનું જળ સ્તર નીચે ઉતરી જાય છે

જેના કારણે કૂવાની અંદર આવેલા ખાબોચિયા જેવડા ખાડામાં ટીપે ટીપે એકત્ર થતું પાણી જ્યાં સુધી ભરાઈ ત્યાં સુધી કૂવાની અંદર જ બેસવાની ફરજ પડે છે અડધો કલાક એક બેડું પાણી ભરાઇ રહે છે આમ ફળિયાની 200 મહિલાઓ પાણી ભરવા માટે કૂવાની ફરતે પાણી ભરવા માટે વહેલી પરોઢિયે 3 થી લઈ 6 સુધી કલાકો સુધી બેસી રહે છે આવી ગંભીર સમસ્યાને જોતાં કોઈપણ પિતા પોતાની પુત્રીને આ ગામ પરણાવવાનું ટાળી દે એ વાત ચોક્કસ છે. મહત્વનું એ છે કે કપરાડા તાલુકા માટે ૫૮૬ કરોડની અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના મોટાઉપાડે સરકારે શરૂ કરી હતી પરંતુ હજી સુધી એની કામગીરીની ખૂબ મંદ ગતિએ ચાલી રહી છે જેના કારણે કપરાડા તાલુકાના 70 થી વધુ ગામોની સમસ્યા ઠેરની ઠેર જ સાબિત થઇ છે અને આજે પણ મહિલાઓની આ સમસ્યા દયનીય છે.

કાર્તિક બાવીશી

Advertisement

Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડના પાર્કિંગ વિસ્તારમાં બની ચોરીની અનોખી ઘટના.

ProudOfGujarat

પેટન્ટ વિશે જનજાગૃતિ લાવવા બદલ જીટીયુના નિષ્ણાત અને સંલગ્ન કૉલેજ આઈપીઆર એવોર્ડથી સન્માનિત

ProudOfGujarat

હાલોલમાં આવેલ કરીમકોલોની ખાતે ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી :જાનહાનિ ટળી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!