Proud of Gujarat
FeaturedGujaratINDIA

“મારૂં ગામ કોરોના મુક્ત ગામ” અભિયાનના ભાગરૂપે રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલનો નર્મદા જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ.

Share

તા.૧ લી મે થી તા.૧૫ મી મે,૨૦૨૧ સુધી સમગ્ર ગુજરાતમાં “મારૂ ગામ કોરોના મુક્ત ગામ” ના હાથ ધરાયેલા રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત ગુજરાતના સહકાર,રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વાહન વ્યવહાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ તા.૯ મી મે, ૨૦૨૧ ને રવિવારના રોજ સવારે ૯:૩૦ કલાકે નાંદોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરોપાની મુલાકાત લેશે.

ત્યારબાદ,મંત્રી સવારે ૧૦:૩૦ કલાકે રાજપીપલાના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લશે, ત્યારબાદ સવારે ૧૧:૩૦ કલાકે ગરૂડેશ્વર તાલુકાની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, બપોરે ૧૨:૩૦ કલાકે તિલકવાડા તાલુકા પંચાયતની પાછળ આવેલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, બપોરે ૧૨:૪૫ કલાકે તિલકવાડાની એકલવ્ય સ્કૂલ, કોવિડ કેર સેન્ટર, બપોરે ૦૧:૩૦ કલાકે વ્યાધર કોવિડ કેર સેન્ટર, બપોરે ૦૩:૩૦ કલાકે દેડીયાપાડા તાલુકાની એગ્રીકલ્ચર કોલેજ, કોવિડ કેર સેન્ટરની મુલાકાત લેશે.

Advertisement

ત્યારબાદ, સાંજે ૦૪:૦૦ કલાકે દેડીયાપાડાની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પીટલ, સાંજે ૦૫:૩૦ કલાકે સાગબારા તાલુકા પંચાયતની પાસે, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, સાંજે ૦૬:૦૦ કલાકે સાગબારાની આદર્શ નિવાસી શાળાના કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર અને સાંજે ૦૬:૩૦ કલાકે પૂર્વ પ્રમુખ મનજીભાઇ વસાવાના ઘરે, પાટલામઉ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટ ખાતે મુલાકાત લેશે. ત્યારબાદ મંત્રીશ્રી અનુકૂળતાએ ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કુડાદરા ગામ તરફ જવા રવાના થશે.
જયોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

રાજકોટમાં સૌ પ્રથમવાર નૃત્ય કલાના કલાકારો માટે “કલ કે કલાકાર” કાર્યક્રમનું આયોજન કરાયું.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સારસા ગામે બાબા સાહેબ આંબેડકર નિર્વાણ દિનની ઉજવણી.

ProudOfGujarat

ભરૂચ : ત્રણ કૃષિ બિલ રદ કરવાની માંગ સાથે કોંગ્રેસ આક્રમક : કૃષિ બિલની હોળી કરવા જતાં પોલીસે કરી કાર્યકરોની અટકાયત જાણો વધુ..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!