પાલેજ : ભરૂચ તાલુકાના સીતપોણ ગામની સીમમાં આકાશી વીજળી ત્રાટકતા કરુણ ઘટના સર્જાઈ હતી. વીજળી પડવાથી એક સાથે 43 બકરાના મૃત્યુ થયાના અહેવાલ સાંપડ્યા છે. અચાનક જ ભારે વીજ ગર્જના સાથે વીજ ત્રાટકતા પશુ ચરાવી રહેલા પશુ ચાલકો પણ હેબતાઈ ગયા હતા. પ્રચંડ કડાકા સાથે આકાશી વીજ ત્રાટકતા બકરાઓના મોત નીપજ્યા હતા. એક સાથે ૪૩ બકરાના મોતથી પશુપાલકોના માથે આભ તૂટી પડ્યું હતું. બકરાઓનાં મોતથી ઘેરાશોકની લાગણી વ્યાપી ગઈ હતી. કુદરતી આફતથી ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. બપોર બાદ પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા વીજળી કડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો દરમિયાન આ કરુણ ઘટના બનતા પંથકમાં આઘાતની લાગણી ફેલાઇ છે.
Advertisement