હાલ કોરોનાની બીજી લહેર ખુબ જ બેકાબુ બની છે ત્યારે ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, સાથે જ શહેર અને જિલ્લામાં અનેક હોસ્પિટલમાં બેડની પૂરતી વ્યવસ્થા નથી, તે વચ્ચે લોકો પણ જાગૃત થઈ રહ્યા છે.
સમગ્ર ભરૂચ જિલ્લામાં કુલ 262 જેટલાં વેક્સીન સેન્ટરો આવેલા છે જેમાં 18 થી વધુ વયના લોકો વેક્સીન લઇ રહ્યાં છે જેમાં લગભગ દરરોજ 6000 જેટલાં લોકોનું વેક્સીનેશન થઈ રહ્યું છે. મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં 3,12,322 થી વધુ લોકોને રસીકરણ કરવામાં આવ્યું છે જે પૈકી પ્રથમ રસીકરણ લગભગ 2,36,000 થી ઉપરાંત લોકોએ કરાવ્યું છે અને બીજી રસીકરણ 75,911 થી વધુ લોકોએ હાલ સુધી કરાવેલ છે. રસીકરણ કરવાથી કોરોના થવાનો ભય ખુબ ઓછો રહેતો હોવાથી કોવીડ વેક્સીનેશન કરવું ખુબ જરૂરી બન્યું છે.
Advertisement