ગોધરા શહેરમાં આવેલી સિવીલ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર આવેલુ છે. હાલમા કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે બેડ ફુલ હોવાને લીધે સારવાર માટે આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વધુમા શ્વાસની તકલીફવાળા દર્દીઓને ગોધરા સિવિલમાં ૧૦૮ માં લાવવામાં આવે છે. ત્યારે દર્દીઓના સગાઓને ૧૦૮ માં જ સારવાર લેવી પડે છે. ત્યારે દર્દીઓના સગાઓ પોતે સાંજના સમયે સિવિલ હોસ્પિટલમાં આવીને ઉભા હોય છે ત્યારે તેમને પોતે બેડ નથી તેમજ વાર લાગશે તેવો જવાબ મળે છે. કેટલાક લોકો બપોરના પણ આવે છે તો કેટલાક લોકો મહિસાગર જીલ્લામાથી આવ્યા હતા.
હાલમા પરિસ્થિતી જોતા અહી તંત્ર દ્વારા દર્દીઓ માટે વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ છે. હાલમા લોકોની એવી માંગ છે કે સિવીલ હોસ્પિટલમાં બેડ વધારવા જોઈએ જેથી અહી આવનારા દર્દીઓને ઝડપથી સારવાર મળી શકે તે માટેની વ્યવસ્થા કરવી જોઇએ. ત્યારે હવે પરિસ્થીતી જોતા અન્ય જગ્યાઓ પર પણ કદાચ કોવિડ સેન્ટર ઉભા કરવામાં આવે તેમજ સિવીલ હોસ્પિટલમાં પણ હાલની પરિસ્થીતીને જોતા વધુ બેડની વ્યવસ્થા કરવામા આવે તે જરૂરી છે.
પંચમહાલ રાજુ સોલંકી