કોરોના વાયરસને ફેલાતો અટકાવા માટે નેત્રંગ ટાઉનના તમામ બજારો બંધ રાખવા માટે કરવામાં આવેલ સ્વૈચ્છિક લોકોડાઉનની અપીલને લઇને ટાઉનના તમામ બજારો સતત ત્રીજા દિવસે પણ જડબેસલાક બંધ રહયા હતા. તો બીજી તરફ વાહન વ્યવહારથી ચોવીસ કલાક ધમધમતી ચારરસ્તા વિસ્તારમાં નહિવત વાહનોની અવરજવર જોવા મળી હતી.
નેત્રંગ ટાઉન સહિત પંથકમા કોરોનાની બીજી લહેર પોતાનો વિકરાળ પંજો ફેલાવતા અસંખ્ય લોકોને સંક્રમિત કર્યા બાદ મોતને ધાટ ઉતારતાં ચારે તરફ ભયનો માહોલ જોવા મળી રહયો છે. તેવા સંજોગોમાં કોરોના વાયરસની ચેન તોડવા માટે એપ્રિલ માસમા પાંચ દિવસના સ્વૈચ્છિક લોકડાઉન બાદ, નેત્રંગ અનાજ કરીયાણાના વહેપારી મંડળ, નેત્રંગ ગ્રામપંચાયત, સરપંચ, સભ્યો, નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સભ્યો થકી તમામ નાના મોટા વેપારી બંધુઓને તા. ૫ મે થી ૭ મે ૨૦૨૧ આમ ત્રણ દિવસ માટે સ્વૈચ્છિક કરેલ લોકડાઉનની અપિલને તમામ નાના મોટા લારી, ગલ્લા ધારકોથી લઇને તમામ વેપારી તેમજ પ્રજાજનોએ ત્રણ દિવસ માટે પોત પોતાના ધંધા રોજગાર બંધ રાખીને અપિલને સહકાર મળતા ત્રણે ત્રણ દિવસ જડબેસલાક બંધ રાખીને એકજુથતા બતાવી છે, વાહન વ્યવહારથી ધમધમતો ચારરસ્તા વિસ્તારમાં ચારે તરફ નહિંવત વાહન વ્યવહાર જોવા મળ્યો હતો.
સ્વૈછિક લોકડાઉનને મળેલ જબરજસ્ત પ્રતિસાદને લઇને નેત્રંગ વેપારી મંડળના પ્રમુખ રાજુભાઇ સોનજીભાઇ શાહ, સરપંચ સીમાબેન વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ લીલાબેન માનસિંગભાઈ વસાવા, ઉપ પ્રમુખ વંદનભાઈ વસાવાએ તમામ નાનાથી લઇને મોટા વેપારીભાઈનો આભાર માન્યો હતો.
આજથી તા ૮ મે, શનિવારના રોજથી તમામ બજારો રાબેતા મુજબ શરૂ થઇ જશે.
ભરૂચ : કોરોના વાયરસની ચેન તોડવા સ્વૈચ્છિક લોકડાઉનને લઇને ત્રીજા દિવસે પણ નેત્રંગનાં બજારો જડબેસલાક બંધ રહયા.
Advertisement