સુરેન્દ્રનગર જીલ્લાનાં ખેડૂતોએ વિડિયો વાયરલ કરીને ખાતરનાં ભાવ વધારા સામે વિરોધ કરી રહ્યા છે અને ખાતરનાં ભાવ વધારો પરત ખેંચવાની માંગણી કરી છે. અગાઉ કૃષિ મંત્રી ફળદુ અને કેન્દ્ર સરકારનાં મંત્રી મનસુખભાઈ માંડવીયા અને રૂપાલા સહિતનાં નેતાઓએ ખાતરમાં કોઈ ભાવ વધારો આવશે નહીં તેમ મિડિયા સમક્ષ જણાવ્યું હતું તેમ છતાં પાછળનાં બારણેથી કંપનીઓએ ભાવ વધારો ઝીંકાયો છે ત્યારે ખેડૂતોને પડ્યા ઉપર પાટું સમાન આ ભાવ વધારો છે જે ખેડૂતોને પાયમાલ કરશે.
સતત છેલ્લા ચાર વર્ષથી દુષ્કાળ અતિવૃષ્ટિ કોરાનાના કારણે માર્કેટિંગ યાર્ડ બંધ પાક વિમો ન ચુકવવો, ટેકાનાં ભાવે પૂરતી ખરીદી નહીં જેવા અનેક પ્રશ્નોથી ઘેરાયેલો ખેડૂતો હવે ખાતરનો વધું એક ભાવ વધારો કરવામાં આવ્યો છે. કોરાનાના કારણે ખેડૂતોનાં ઘરેઘરે દર્દીઓ છે અનેક સ્વજનોનાં મૃત્યુ થયા છે ત્યારે ખેડૂતો આ ભાવ વધારો સહન કરવાની શક્તિ ગુમાવી બેઠો છે તો સરકારને વિનંતી છે કે તાત્કાલિક અસરથી આ ભાવ વધારો પરત ખેંચવામાં આવે તે માટે સુરેન્દ્રનગર જીલ્લાનાં ખેડૂતોએ વિડિયો વાયરલ કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર