Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા પબ્લિક હોસ્પિટલના બોગસ ડોકટરે છેલ્લા 3 વર્ષમાં 200 જેટલા દર્દીઓને સારવાર કરી 37 દર્દીઓના મોત નીપજાવી ગુનો કરતા બોગસ તબીબ સામે કાર્યવાહી.

Share

નર્મદા જિલ્લામાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કેટલાક બોગસ ડોક્ટરો નર્મદામાં દેડકાની જેમ ફુટી નીકળ્યા છે. ઘણા બોગસ ડોક્ટરો પાસે ડોક્ટરનું પ્રમાણપત્ર ન હોવા છતાં એલોપેથીકની સારવાર કરી દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતા અને ફરિયાદો નોંધી આપ તબીબો સામે નર્મદા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે રાજપીપળામાં રાજપીપળા પબ્લિક હોસ્પિટલમાં સેવા આપતા હરેશભાઈ ઉર્ફે ભાવિક લાલજીભાઈ કુકડીયા સામે અગાઉ પણ અનેક ફરિયાદો થઇ હતી. તે બોગસ તબીબ સામે વધુ એક પોલીસ ફરિયાદ રાજપીપળા પોલીસ મથકમાં નોંધાઇ છે. જેમાં ડો. ભાવેશભાઈ ઉર્ફે ભાવિક લાલજીભાઈ કુકડીયા એ છેલ્લા 3 વર્ષો સુધી આ હોસ્પિટલમાં સેવા આપી 200થી વધુ દર્દીઓની સારવાર કરી તેમના આરોગ્ય સાથે ચેડા કરી કુલ તેઓના હોસ્પીટલમાં કુલ 37 દર્દીઓના મોત નીપજાવી ગુણો કરતાં તેમની સામે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેમાં ફરિયાદી ઇશ્વરભાઇ રામાભાઈ દેસાઈ પી.એસ.આઇ રાજપીપળા (રહે,જીતનગર પોલીસ લાઇન) એ જાતે ફરિયાદી બની આરોપી ભાવેશભાઈ ઉર્ફે ભાવિક લાલજીભાઈ કુકડીયા (રહે, સી /45 વેદાંત રેસીડેન્સી ભારત પેટ્રોલ પંપની પાછળ વડોદરા મૂળ રહે,પીથલપુર ગામ તા. પાલિતાણા જી.ભાવનગર) સામે ફરિયાદ કરી છે.

Advertisement

ફરિયાદની વિગત મુજબ આરોપી ભાવેશભાઈ જેવો મેડિકલ ડિગ્રી તેમજ મેડીકલ પ્રેક્ટિસ કરવા માટેના સર્ટિફિકેટ ફોટા અને બનાવટી હોવા છતાં પોતાના આર્થિક ફાયદા સારું રાજપીપળા સ્ટેશન રોડ કોર્ટ બાજુમાં આવેલા પબ્લિક હોસ્પિટલ અને 2018 થી લઈ તા.20/1/21 પહેલા ચલાવી દર્દીઓના સારવાર કરવાથી તેઓની જિંદગી જોખમમાં રહેશે તેમજ સારવાર દરમિયાન દર્દીઓના મોત નિપજાવવાનો પૂરે પૂરો સંભવ અને જાણકારી હોવા છતાં તેઓ હોસ્પિટલમાં આશરે 200 જેટલા દર્દીઓની સારવાર કરી તેઓની જિંદગી સાથે ચેડા કરી તેમજ સારવાર દરમિયાન તેઓને હોસ્પિટલમાં કુલ 37 દર્દીઓના મોત નીપજાવી ગુન્હાહિત મનુષ્ય વધનો ગુનો આચરી કરી ગુન્હો કરતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપ


Share

Related posts

આજે પૃથ્વી દિવસે કુંવરપરા ગ્રામજનોએ પૃથ્વી બચાવવા વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો.

ProudOfGujarat

પોઇચા મંદિર ખાતે તા. 29 અને 30 જુલાઈ દરમ્યાન 4 જિલ્લાના જિલ્લા પંચાયતના ભાજપના ચૂંટાયેલા સભ્યોનો અભ્યાસ વર્ગ યોજાશે

ProudOfGujarat

અંકલેશ્વર- વિદેશી દારૂના જથ્થા સાથે શહેર પોલીસે એક બુટલેગરને ઝડપી પાડયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!