નેત્રંગ તાલુકાના જિન બજાર વિસ્તારના પંચશીલ પાર્કમાં રહેતા વિરભદ્રસિંહ રાઠોડ કે જેઓ આઠેક વર્ષથી શીવકુપા મેડીકલ સ્ટોર ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓએ ચાર રસ્તા પાસે પાર્ક કરેલ ફોરવ્હીલમાંથી આગળના ભાગેથી સોનાના ઘરેણાં સહિત રોકડ રકમ મળી કુલ રૂપિયા 3,36,100 ચોરી થતા ફફડાટ.
૪ મે ૨૦૨૧ રોજ સવારના આશરે સાડા નવેક વાગ્યાના અરસામાં વિરભદ્રસિંહ ફોરવ્હીલ ગાડી લઇને તેઓના પત્ની વૈશાલીબેનને સુરત ખાતે તેઓની સાસરીમાં મુકવા જવા માટે નીકળ્યા હતા અને નેત્રંગ ચાર રસ્તા મોવી રોડ ઉપર આવેલ આગ્રવાલ મેડીકલ એજન્સીમાંથી દવાનું પાર્સલ લેવાનું હોવાથી નેત્રંગ ચાર રસ્તા મોવી શેડ ઉપર આવી અને ફોરવ્હિલ ગાડી રાજ મોબાઇલની દુકાનની સામે રોડ સાઇડે પાર્ક કરી હતી અને વિરભદ્રસિંહ તેમજ વૈશાલીબેન ગાડીમાંથી ઉતર્યા હતા. વૈશાલીબેને તેમના હાથમાં જે પર્સ હતું તે ગાડીમાં હેન્ડ બ્રેક પાસે મૂક્યું હતું. જે પર્સમાં રોકડા રૂપિયા ૪૯,૦૦૦ સોનાના દાગીના જેમકે મંગળ સુત્ર, સોનાની ચેઇન, ચાર જોડ સોનાની બુટ્ટી, સોનાની જેન્સ વિંટી નંગ -૩, સોનાની લેડીસ વિંટી નંગ -૬, સોનાનું પેન્ડલ, ચાંદીના પાયલ -૨ મુકેલ હતું.
વિરભદ્રસિંહ ગાડીને લોક કરવાનું ભુલી ગયેલ હોવાથી અને તેઓના પત્ની રાજ મોબાઇલમાં કારનું મોબાઈલ ચાર્જર લેવા ગયેલ ત્યાર પછી બંને પતિ-પત્ની અગ્રવાલ મેડીકલ એજન્સીમાંથી પાર્સલ લઇ ગાડીમાં બેસી અંકલેશ્વર તરફ જવા માટે નીકળેલા અને રૂપનગર એસ.આર.પી ગ્રુપ પાસે પોહોંચતા વૈશાલીબેનને ગાડીમાં મુકેલ રેડ કલરનું તેમનુ પર્સ ન જોવા મળતા શોધખોળ કરી હતી. પર્સ ગાડીમાં ન હોવાથી ગાડી પાછી વાળી નેત્રંગ ચાર રસ્તા ઉપર આવી જે જગ્યાએ ગાડી મુકેલ ત્યાં રાજ મોબાઇલની બાજુમાં આવેલ દુકાનના સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરતા ત્યાં લીમડાનું ઝાડ આવી જતુ હોવાથી કઈ દેખાતુ ન હતુ. જેથી આ પતિ-પત્ની પોલીસ સ્ટેશન નેત્રંગ આવી ચાર રસ્તા ઉપરના સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરાવતા કોઇ અજાણ્યા ઇસમે ગાડીનો ડ્રાઇવર સાઇટ દરવાજો ખોલી ગાડીમાં મુકેલ લાલ કલરનો લેડીસ પર્સમાં ૩,૩૬,૧૦૦ના મુદ્દામાલને લઇ તેની પાસેના સફેદ કલરના પ્લાસ્ટીકના થેલામાં મુકી લઇ નાસી ગયેલ જણાય છે.
નેત્રંગ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર એન.જી. પાંચાણી તેમજ તેમના સ્ટાપે ફરિયાદ નોંધી અને સી.સી.ટીવી ફૂટેજ ના આધારે ચોરને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.