પ્રાપ્ત માહિત મુજબ પશ્ચિમ બંગાળમાં યોજાયેલી વિધાનસભાની ચુંટણીઓમાં રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનરજીની પાર્ટી ટીએમસીનો વિજય થયો હતો, જ્યારે ભાજપે પણ ચુંટણીમાં વિજય હાંસલ કરવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું, જેના પડધા ચુંટણી પરીણામ જાહેર થયા બાદ પડી રહ્યા છે, પશ્ચિમ બંગાળમાં લોકતંત્રની હત્યા, ભાજપની કાર્યાલયો સળગાવી અને કાર્યકતૉઓ ઉપર જીવલેણ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશભરમાં પડી રહ્યા છે, ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરાઇ રહ્યા છે.
જેમાં નેત્રંગ તાલુકાના કોયલી માંડવી ગામે નેત્રંગ તાલુકા ભાજપના મહામંત્રી હાર્દિકસિંહ વાંસદીયા, મૌઝા જીલ્લા પંચાયતના સભ્ય રાયસિંગ વસાવા, કામલીયા ગ્રા.પંચાયતના સરપંચ ઈશ્વર વસાવા, ચીખલી ગ્રા.પંચાયતના સરપંચ રવિ વસાવા અને દિવ્યાંગ મિસ્ત્રી સહિતના કાર્યકતૉઓ ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, અને લોકતંત્રની હત્યા બાબતે સુત્રોચ્ચાર કયૉ હતા.
ભરૂચ : નેત્રંગમાં ભાજપે પશ્ચિમ બંગાળમાં લોકતંત્રની હત્યા બાબતે વિરોધ પ્રદર્શન કર્યું.
Advertisement