Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં રાજકીય કાર્યક્રમો ઉપર પ્રતિબંધિત જાહેરનામું હોવા છતાં પોલીસ બંદોબસ્ત સાથે પાંચબત્તીમાં ભાજપનો વિરોધ પ્રદર્શન…

Share

– પોલીસ મુક પ્રેક્ષક બની તમાશો જોતી રહી..

ભરૂચ જિલ્લામાં વકરી રહેલી કોરોનાની ચેન તોડવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે પરંતુ તેઓની મહેનત ઉપર રાજકીય નેતાઓ પાણી ફેરવી રહ્યાં હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના જાહેરનામામાં પોસ્ટ રાજકીય કાર્યક્રમો ઉપર પ્રતિબંધ હોવા છતાં પોલીસની હાજરીમાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે ત્યારે પોલીસ રાજકીય નેતાઓ સામે લાચાર ક્યાં છે તે પ્રશ્ન લોકોમાં ઉદ્દભવ રહ્યો છે.

બંગાળમાં ચૂંટણી પૂર્ણ થતાં જ વાતાવરણ ગરમાયું હતું જેના પગલે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓને ઉપર હુમલાઓ પણ થયા હશે જેના વિરોધ પ્રદર્શનમાં કોરોનાની મહામારી વચ્ચે પણ ભરૂચ જિલ્લામાં નેતાઓ રાજકીય રસ માટે વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. તાજેતરમાં ભરૂચ જિલ્લા વહીવટી તંત્રનું જાહેરનામું લાગુ છે જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે કોઈપણ રાજકીય કાર્યક્રમો કે કોઈપણ કાર્યક્રમો કરી શકાશે નહીં છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ ભરૂચમાં પાંચબત્તી વિસ્તારમાં બંગાળની હુમલા અંગેની ઘટનાને વખોડવાના ભાગરૂપે પાંચબત્તીના જાહેરમાર્ગ ઉપર જ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કર્યો હતો આશ્ચર્યની વાત એ છે કે આ કાર્યક્રમમાં પોલીસ કાફલો પણ તૈનાત કરાયો હતો.

પાંચબત્તી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન આ કાર્યક્રમથી ભરૂચવાસીઓને ફાયદો શું..? આ પ્રશ્ન લોકોમાં ઉદભવ્યો છે સામાન્ય રીતે કોઇ વાહનચાલકનું માસ્ક નાક નીચે હોય તો પણ તેની પાસેથી એક હજાર રૂપિયાનો દંડ પોલીસ વસુલતી હોય છે અને કાયદાનું પાલન કરવા માટે આહવાન કરતી હોય છે પરંતુ ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના જ જાહેરનામાનું ઉલ્લંઘન રાજકીય નેતાઓ કરતા હોય અને જાહેરનામાનો ભંગ કરી કાર્યક્રમોમાં પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવતો હોય તો શું માત્ર કાયદો આમ જનતા માટે જ છે તેવા પ્રશ્ન લોકોમાં ઊભા થઈ રહ્યા છે.

Advertisement

Share

Related posts

આજરોજ ભરૂચમાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1212 પર પહોંચી.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ગોવાલી અને કરાડ ગામે મારામારીની બે અલગઅલગ ઘટનાઓમાં એક મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ….

ProudOfGujarat

ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર બે વાહનોમાં ભરેલ વિદેશી દારૂનાં બોક્ષ નંગ 584 સાથે ચાર આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!