પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં ચૂંટણી યોજાઇ ગઈ આ ચૂંટણીનાં પરિણામ પછી પશ્ચિમ બંગાળનાં કાર્યકરો પર જીવલેણ હુમલાઓ થઈ રહ્યા હોય આથી ઠેર-ઠેર કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
આ બનાવની મળતી વિગતો અનુસાર હાલમાં જ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી યોજાઇ ગઈ, આ ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળનાં કાર્યકરો પર જીવલેણ હુમલાનાં બનાવ બનવા પામ્યા છે જેમાં ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર તાલુકાનાં ગડખોલ પાટીયા પાસે આ બનાવનાં વિરોધમાં જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા સહિતનાં કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શિત કરતાં કાર્યક્રમો આપવામાં આવ્યા હોય અને ભરૂચ જીલ્લાનાં ભાજપાનાં સભયો સહિતનાઓ પર થતાં હુમલાઓ અટકાવવાની માંગણી કરી હતી. આ વિરોધ પ્રદર્શિત કરતાં કાર્યક્રમમાં જીલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા, જિલ્લા મંત્રી નિશાંતભાઈ મોદી, તાલુકા પ્રમુખ ડો. નિતેન્દ્રસિંહ દેવધરા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ભરતભાઈ પટેલ, જિલ્લા પંચાયત દંડક અનિલભાઈ વસાવા, તાલુકા મહામંત્રી કેતનભાઈ પટેલ, તાલુકા મંત્રી જયેશભાઇ આહીર, તાલુકા પંચાયત કોરોબારી અધ્યક્ષ કલ્પેશભાઈ પટેલ, ઉપપ્રમુખ તૃપ્તિબેન, દંડક સંજયભાઈ પટેલ તેમજ ભાજપાનાં બહોળા પ્રમાણમાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર : પશ્ચિમ બંગાળની ચૂંટણી બાદ ભાજપાનાં કાર્યકરો પર થતાં હુમલા રોકવા ગડખોલ પાટીયા પાસે ભાજપાનાં કાર્યકરોએ વિરોધ કર્યો.
Advertisement