– સતત વાહનોથી ધમધમતા અને વેપારોથી ધમધમતા શોપિંગ ઉપરનો કેટલોક હીસ્સો જર્જરિત થતાં ઉતારવાની કામગીરી.
ભરૂચ નગરપાલિકાની સામે આવેલા ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટરની ઉપરની કેટલી ગેલેરીઓ જર્જરિત હોય અને વારંવાર સ્લેબના પોપડા પડવા સાથે શોપિંગ સેન્ટરની ગેલેરીઓ ધસી પડવાની ઘટનાઓ સર્જાઇ રહી છે જેના કારણે કોઈ મોટી હોનારત ન સર્જાય તે માટે સમગ્ર એક સાઇડનો માર્ગ વાહન વ્યવહાર માટે કોર્ડન કરી જરૂરી રહેલા શોપિંગ સેન્ટરની ઇમારતને ઉતારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ અને ભરૂચ નગરપાલિકાની સામે જ ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટર આવેલું છે અને આ શોપિંગ સેન્ટરની ઉપરનો કેટલોક હિસ્સો અધૂરો છોડી દેવામાં આવ્યો હતો જેના કારણે કેટલોક સ્લેબ જર્જરિત થઈ જતા ઉપરથી પોપડા પડવાના કારણે કોઈ મોટી જાનહાની થાય તેવી દહેશત વર્તાઇ રહી હતી. ૧૫ દિવસ પહેલા આ શોપિંગ સેન્ટરની કેટલી ચાલુ દુકાનની આગળની ગેલેરી ધસી પડી હતી જેમાં દુકાનની અંદર દુકાનના કેટલાક કર્મચારીઓ પણ ફસાયા હતા, કર્મચારીઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારબાદ મીની લોકડાઉનના પ્રથમ દિવસે જ મોડી રાત્રિએ આજ શોપિંગનો જાહેર માર્ગ તરફનો કેટલો ગેલેરીનો હિસ્સો ઘસી પડતાં મીની લોકડાઉનના કારણે વાહનો અને લોકોની અવરજવર ન હોવાના કારણે કોઇ જાનહાની થવા પામી ન હતી પરંતુ શોપિંગ જર્જરિત હોય અને ગમે ત્યારે ધસી પડે તેવી સ્થિતિનાં પગલે ભરૂચ નગરપાલિકા દ્વારા મીની લોકડાઉનના કારણે એક તરફનો માર્ગ કોર્ડન કરી જર્જરિત શોપિંગ ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે ભરૂચ નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું હતું કે શોપિંગ સેન્ટર જજૅરીત હોય અને કોઈ મોટી હોનારત ન સર્જાય તે માટે ઉતારવાની કામગીરી શરૂ કરાઇ છે.