ભરૂચમાં આજે પ્રદેશ કોંગ્રેસનાં માજી પ્રમુખ અર્જુનભાઇ મોઢવડીયા આવતા તેઓએ ભરૂચ સિવિલ હોસ્પિટલ અને પટેલ વેલ્ફેર હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
આજે ભરૂચ ખાતે પ્રદેશ કોંગ્રેસનાં માજી પ્રમુખ અર્જુનભાઇ મોઢવડીયા આવી પહોંચ્યા હતા. તેઓએ સિવિલ હોસ્પિટલ અને પટેલ વેલ્ફેર હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યુ હતું કે અહીં ભરૂચમાં એક તરફ કોવિડ-19 ની સ્થિતિ અત્યંત કથળતી જાય છે લોકોને ઑક્સીજન બેડ કે વેન્ટીલેટર મળતાં નથી તો અહીં પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં તાજેતરમાં આગનો બનાવ બનવા પામ્યો હતો તેમજ ભરૂચમાં અન્ય કોવિડ-19 ની દવાઓ પણ મળતી નથી.
રેમડીસીવરનાં ઇન્જેકશનોની પણ ભરૂચમાં અત્યંત અછત જોવા મળી છે આથી સરકારને આ તકે રજૂઆત છે કે તમામ દવાઓ લોકોને મળી રહે તેમજ લોકોના આરોગ્યની સેવાઓના અભાવે મૃત્યુ ના થાય તેની સરકારે તકેદારી રાખવી તેમજ 16 જેટલા દર્દીઓ સહિતના લોકોનું અહીં પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં મૃત્યુ થયા છે તો આ મૃત્યુ પામનારનાં પરિવારજનોને સરકાર દ્વારા રૂ.4 લાખનાં બદલે રૂ.8 લાખની સહાય આપવામાં આવે અને પટેલ વેલ્ફર હોસ્પિટલને જે નુકસાન થયું છે તે નુકસાન માટે કોમ્પન્સેસન કરે તેવી સરકાર સમક્ષ માંગણી કરી છે. તેમજ ભરૂચ જીલ્લાનાં દર્દીઓને પુન: લાભ પ્રાપ્ત થાય અને બીજી જગ્યાએ આવી કોઈ ઘટના ન બને તે માટે સરકારે પગલાં લે તે જરૂરી છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલ અને પટેલ વેલ્ફેર હોસ્પિટલની મુલાકાત લેતા પ્રદેશ કોંગ્રેસનાં માજી પ્રમુખ અર્જુનભાઇ મોઢવડીયા.
Advertisement